આણંદ
આણંદ તાલુકાના વડોદ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે.18 તારીખ ના રોજ વડોદ ગામની બાજુમાં આવેલ હાડગુડ ગામના દર્દીઓ તાવ શરદી ઉદરસની દવા લેવા ગયેલા ત્યાં ડોક્ટરના ચેક કર્યા પછી ફાર્માસીસ્ટ દ્વારા દવા આપવામાં આવી જે એક્સપાયર તારીખ વાળી દવા આપવમાં આવી તેમજ ફાર્માસીસ્ટને દર્દીઓ દ્વારા એક્સપાયર તારીખ નું કીધું તો ઉદ્ધતભર્યા વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરાયા છે વધુમાં દર્દીઓનો આક્ષેપ છે કે ત્યાના ફાર્માસીસ્ટએ દર્દીને કહ્યું કે અહીં હવે દવા લેવા નહીં આવવું સારી દવા લેવી હોય તો બીજે પ્રાઇવેટ દવાખાનામાં જવુ. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સાથે કરાતા ઉદ્ધતભર્યા વર્તન અને એક્સપાયર ડેટની દવા આપવામાં આવતી હોવાના કરાયેલા આક્ષેપે વડોદ અને હાર્ડગુડ પંથકમાં ભારે ચકચાર જગાવી છે. દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા કરતાં આવા સરકારી મેડિકલ ઓફિસરો અને ફાર્માસિસ્ટો સામે તંત્ર દ્વારા તાકીદે લાલ આંખ કરી તેમની સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગ ઉઠી છે
ગુજરાત સરકાર દ્વારા દરેક મધ્યમ તેમજ ગરીબ વર્ગના નાગરિકોને સ્વાસ્થ લગતી સારી સુવિધા મળી રહે તેવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આના માટે સરકાર છે વરસે દહાડે લાખો રૂપિયાની ગ્રાન્ટો પણ ફાળવવામાં આવે છે
જયારે આવા આરોગ્ય કેન્દ્રમાં કેટલાક ભ્રષ્ટાચારી તત્વો દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આવા ફાર્માસીસ્ટ તત્વો સામે તંત્ર ક્યારે આકરા પગલાં ભરશે એ હવે જોવાનું રહ્યું. તેવો ગણગણાટ સ્થાનિક નાગરિકોમાં થઈ રહ્યો છે
આ સરકારી દવાખાનામાં અત્યાર સુધી કેટલાક દર્દીઓને આવી દવા આપવામાં આવી છે. જે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. તેમજ લોકોની માંગ છે કે આવા ફાર્માસીસ્ટ ની સામે આકરા પગલાં લેવામાં આવે તેમજ તેનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
તંત્રની સામે દર્દીઓની માંગ છે કે જો વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્થળ પર તપાસ કરવામાં આવે તો કેટલીય દવા એક્સપાયર તારીખ વાળી મળી રહે તેમ છે જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તાકીદે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત જિલ્લાના અન્ય સરકારી દવાખાનાઓમાં પણ યુદ્ધના ધોરણ અને રોકેટ ગતિએ તપાસ હાથ ધરે અને સરકારી દવાખાનાઓમાં ચાલતી ગેરરીતીઓને નેસ્ત નાબૂદ કરે તેવી જાગૃત નાગરિકોની માગણી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વડોદમાં દર્દીઓને એક્સપાયરી ડેટની દવાઓ આપવામાં આવતી હોવાના કરાયેલા આક્ષેપના મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મેઘાબેન મહેતાનો મોબાઇલ સંપર્ક સાધી પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ મામલે તાકીદે યોગ્ય તપાસ કરાશે અને કસુરવાર સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે.
વડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વહીવટ છેલ્લા ઘણા સમયથી ખાડે ગયો છે. દર્દીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. એટલું જ નહીં કર્મચારીઓ દ્વારા પણ દર્દીઓ સાથે ગેરવર્તણુંક સાથે ઉડાવ અને ઉદ્ધતભર્યું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે. વધુમાં જવાબદાર મેડિકલ ઓફિસરનો સરકારી
મોબાઇલ નંબર પણ ઘણીવાર બંધ હાલતમાં હોય છે . કોઈ દર્દી મેડિકલ ઓફિસર નો મોબાઇલ નંબર માગે તો કર્મચારીઓ દ્વારા આ નંબર આપવામાં પણ આવતો નથી. જિલ્લાનું વહીવટી તંત્ર તાકીદે જાગૃત બની સરકારી મોબાઈલ નંબરો બંધ રાખતા અને જરૂરિયાતમંદ નાગરિકોની રજૂઆત ન સાંભળતા અધિકારીઓ સામે તંત્ર દ્વારા ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે