* પદ્મશ્રીથી સન્માનિત ગુજરાતી સિનેમાના સર્વકાલીન - સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશક અને ગીતકાર અવિનાશ વ્યાસનો જન્મ (1912)
તેમને સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી છે, તે રેકોર્ડ સાથે નોંધપાત્ર છે કે તેમણે ૧૯૦ જેટલા ગુજરાતી ચલચિત્રો માટે કામ કર્યું અને ૧૨૦૦ ફિલ્મ ગીતોને સંગીતબદ્ધ કર્યા, ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો
તેમણે તેમના સમયના મોટાભાગના મુખ્ય ગીતકારો જેવા કે લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મોહમ્મદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત, સમુમન કલ્યાણપુર, મુકેશ, હેમંત કુમાર, તલત મહેમૂદ, કિશોર કુમાર, મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર સાથે કામ કર્યું હતું
* ગુજરાતના મુખ્યમંત્રી (1996-97) રહેલ શંકરસિંહ વાઘેલાનો ગાંધીનગર ખાતે જન્મ (1940)
તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા (2013-17), કેન્દ સરકારમાં મંત્રી (2004-09) અને રાજ્યસભાના સાંસદ (1984-90) તરીકે સેવાઓ આપી છે
* જ્ઞાનપીઠ પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત ગુજરાતી સાહિત્યનાં કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, સંશોધક અને સંપાદક ઉમાશંકર જોશીનો જન્મ (1911)
* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતના ક્રિકેટ ખેલાડી (55 ટેસ્ટ રમનાર) ચંદુ બોરડે (ચંદ્રકાન્ત ગુલાબરાવ બોરડે)નો પુના ખાતે જન્મ (1934)
તેઓ બે વખત (1984 અને 1999) ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ બન્યા હતા
* પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત કર્ણાટકના હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ખ્યાલ શૈલીના ભારતીય ગાયિકા ગંગુબાઈ હંગલનું હુબલી ખાતે અવસાન (2009)
* ભારતના ક્રિકેટ ખેલાડી (40 ટેસ્ટ અને 7 વનડે રમનાર) ચેતન ચૌહાણ (ચેતેસ્વર પ્રતાપ સિંગ ચૌહાણ)નો બરેલી ખાતે જન્મ (1934)
* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનરજીનું અવસાન (1906)
તેઓ કલકત્તા હાઈકોર્ટનાં નામાંકિત વકીલ બન્યા અને કાઉન્સેલ તરીકેનું માન મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય હતાં
* શ્રી રામકૃષ્ણ પરમહંસનાં ધર્મપત્ની, આધ્યાત્મિક જીવનસાથી, શ્રી પવિત્ર માતા તરીકે ઓળખાતા શારદા માંનું અવસાન (1920)
* પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા અને નિર્માતા શિવાજી ગણેશનનું ચેન્નાઇ ખાતે અવસાન (2001)
* ભારતીય બિઝનેસ પત્રકાર, લેખક અને ઉદ્યોગસાહસિક શૈલી ચોપરાનો જલંધર ખાતે જન્મ (1981)
* ભારતીય કુસ્તીબાજ, અભિનેતા, પ્રેરક વક્તા, પરોપકારી અને આરોગ્ય ગુરુ સંગ્રામ સિંહનો રોહતક ખાતે જન્મ (1985)
* ભારતીય અમેરિકન ફિલ્મ અને તેલુગુ સિનેમામાં અભિનેતા અને ટેલિવિઝન વ્યક્તિત્વ વરુણ સંદેશનો ઉડીસા રાજ્યમાં જન્મ (1989)
* હિન્દી ટેલિવિઝન સિરિયલ 'સીઆઇડી'ના લોકપ્રિય અભિનેતા અને થિયેટર કલાકાર આદિત્ય શ્રીવાસ્તવનો પ્રયાગરાજ ખાતે જન્મ (1968)
* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા આશિષ ચૌધરીનો મુંબઈમાં જન્મ (1978)
* હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અવાજ અને ફિલ્મ અભિનેતા સત્યજીત દુબેનો છતીસગઢ રાજ્યમાં જન્મ (1990)
* ભારતીય વ્યાવસાયિક ફૂટબોલર અને ભારતની રાષ્ટ્રીય ટીમના ખેલાડી સંદેશ ઝિંગનનો ચંદીગઢ ખાતે જન્મ (1993)
* ભારતના વ્યાવસાયિક ગોલ્ફર શુભંકર શર્માનો જમ્મુ ખાતે જન્મ (1996)
* ઈજીપ્તમાં નાઇલ નદી પર બાંધવામાં આવેલ આસ્વાન હાઈ ડેમનું બાંધકામ પૂરું થયું (1970)
* ચંદ્રની સપાટી ઉપર પગ મૂકનારા પ્રથમ વ્યક્તિ બન્યા આર્મસ્ટ્રોંગ (1969)