* અમેરિકન-હોંગકોંગનાં ચીની અભિનેતા, ફિલ્મ નિર્દેશક, વિંગ ચુનના અભ્યાસકર્તા અને જીત કૂન ડો અવધારણાનાં સંસ્થાપક, માર્શલ આર્ટ કિંગ બ્રુસ લી (જોન ફાન લી)નું હોંગકોંગમાં અવસાન (1973)
તેમની કારકર્દીનો સૂર્ય મધ્યાહ્ન હતો ત્યારે માત્ર 32 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું
અમેરિકામાં જન્મેલ બ્રુસ લીના પિતા ચાઈનીઝ ઓપેરા સ્ટાર હતા, તેમનો પરિવાર હોંગકોંગમાં સ્થાયી થયો હતો
લીએ બાળકલાકાર તરીકે 20 જેટલી ચાઈનીઝ ફિલ્મોમાં કામ કર્યું અને નૃત્યની તાલીમ સાથે ચાઈનીઝ માર્શલ આર્ટ વિંગ ચુનના એક પ્રકાર કૂંગ ફુમાં તાલીમ મેળવીને નિપુણતા હાંસલ કરી હતી
તેમણે ‘બિગ બોસ’, 'ધ વે ઑફ ડ્રેગન' જેવી એક્શન ફિલ્મો કરીને સફળ અભિનેતા તરીકે પ્રસ્થાપિત થયા પણ આવનારી ફિલ્મ 'ધ ડ્રેગન' ની રિલીઝ પહેલા તેઓ મૃત્યુ પામ્યાં
* બ્રિટિશ નાગરિક અને ભારતમાં ગાંધીજી સાથે રહેવા અને કામ કરવા સાથે મીરા બેન તરીકે ઓળખાતા મેડેલીન સ્લેડનું ઓસ્ટ્રિયામાં અવસાન (1982)
* બાંગ્લાદેશના ઢાકામાં જન્મ અને હિન્દી અને ગુજરાતી ફિલ્મોના પાર્શ્વગાયિકા ગીતા (રોય) દત્તનું અવસાન (1972)
તેમણે પોતાની સ્વરયાત્રા દરમિયાન અભિનેતા ગુરુદત્ત સાથે લગ્ન કર્યા હતા
‘ભક્ત પ્રહલાદ’ ફિલ્મથી પાર્શ્વગાન ક્ષત્રે પર્દાપણ કર્યું અને જોગન, અનારકલી, આરપાર, પ્યાસા, કાગજ કે ફૂલ, સાહિબ બીબી ઔર ગુલાબ, સુજાતા ફિલ્મો સાથે ખુબ લોકપ્રિય બન્યા
‘ગુણસુંદરી’ નામની ગુજરાતી ફિલ્મમાં ગીતા દત્તે ગીતો ગાયા અને ‘વાવડીનાં પાણી ભરવા ગ્યા તા...’ તેમજ ‘ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો...' ગીતો પણ ગુજરાતી પ્રજાએ મનભરીને માણ્યા
* પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત ભારતનાં એરોસ્પેસ સાયન્ટિસ્ટ રોડ્ડમ નરસિંમ્હાનો જન્મ (1933)
નેશનલ અરોસ્પેસ લેબોરેટરીનાં ડિરેક્ટર તરીકે 1984-93 દરમિયાન સેવા આપી
* સ્કેનિંગ ટનલિંગ માઈક્રોસ્ક્રોપના શોધક અને ફિઝિક્સનું નોબલ ઈનામથી સન્માનિત ભૌતિકશાસ્ત્રી ગાર્ડ બિનિંગનો જર્મનીનાં ફ્રેન્કફર્ટમાં જન્મ (1947)
* ભારત કલાભવનનાં સહ-સ્થાપક અને પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કલાકોશનાં પ્રણેતા રાયકૃષ્ણદાસજીનું અવસાન (1980)
* ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રતા ચળવળના લડવૈયા બટુકેશ્વર દત્તનું અવસાન (1965)
તેમણે 8 એપ્રિલ, 1929નાં દિવસે દિલ્હીની સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ભગત સિંહની સાથે મળી બોમ્બ ફોડીને પ્રચાર સાહિત્યનાં કાગળિયાં ઊડાવ્યા સાથે ત્યાંને ત્યાં જ સામી છાતીએ ધરપકડ વહોરી લીધી હતી
* ભારતીય પર્વતારોહક અને રમતવીર અરુણિમા સિંહાનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1988)
તે 7 વખતની ભારતીય વોલીબોલ ખેલાડી, પર્વતારોહક અને માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ કિલીમંજારો, માઉન્ટ એલ્બ્રસ, માઉન્ટ કોસિયુસ્કો, માઉન્ટ એકોન્કાગુઆ, કાર્સ્ટેન્ઝ પિરામિડ અને માઉન્ટ વિન્સનને સર કરનાર વિશ્વની પ્રથમ મહિલા વિચ્છેદક છે.
* ભારતમાં ‘જ્યુબિલી સ્ટાર’ અને ‘ટ્રેજેડી કિંગ’ તરીકે જાણીતા હિન્દી ફિલ્મ અભિનેતા રાજેન્દ્ર કુમાર (તુલી)નો પાકિસ્તાનમાં જન્મ (1929)
* ભારતમાં પ્રથમ મહિલા જજ અને પછી હાઈકોર્ટના જજ અન્ના ચાંડીનું કેરળ રાજ્યમાં અવસાન (1996)
* પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર અમિત જેઠવાનું અમદાવાદમાં અવસાન (2010)
તેમણે ગુજરાતના જૂનાગઢ નજીકના ગીર જંગલ વિસ્તારમાં સક્રિય રહી સંરક્ષિત વિસ્તારમાં ગેરકાયદેસર ખાણકામ સામે અનેક કોર્ટ કેસ કર્યા હતા
* પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી, કર્ણાટકના રાજ્યપાલ અને ગોવાના રાજ્યપાલ તરીકે સેવા આપનાર ખુર્શેદ આલમ ખાનનું અવસાન (2013)
* પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત ફિલ્મ અને મંચ અભિનેતા નસીરૂદ્દીન શાહનો ઉત્તરપ્રદેશનાં બારાબંકીમાં જન્મ (1950)
તેમને કારકિર્દીમાં પુરસ્કારો ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, ત્રણ ફિલ્મફેર એવોર્ડ્સ અને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલનો એવોર્ડથી સન્માન થયેલ છે
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં સ્પર્શ, ઇકબાલ, પાર, આક્રોશ, જુનુન, ચક્ર, બાઝાર, માસુમ, કથા, મંડી, સર, મોહરા, સરફારોઝ, વેન્સડે, ચાઈના ગેટ, ડર્ટી પિક્ચર વગેરે છે
* હિન્દી ફિલ્મ લગાન અને મુન્નાભાઈ M.B.B.S. માટે જાણીતી અભિનેત્રી અને પ્રશિક્ષિત ભરતનાટ્યમ તથા ઓડિસી નૃત્યાંગના ગ્રેસી સિંઘનો નવી દિલ્હી ખાતે જન્મ (1980)
* હિન્દી ફિલ્મ, થિયેટર અને ટેલિવિઝન અભિનેત્રી જુહી બબ્બરનો જન્મ (1979)
* એસ. જે. સૂર્ય તરીકે પણ જાણીતા તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મ દિગ્દર્શક, પટકથા લેખક, અભિનેતા, સંગીતકાર અને નિર્માતા એસ જસ્ટિન સેલ્વરાજનો જન્મ (1968)
* હિન્દી ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા સુદેશ બેરીનો જન્મ (1960)
* એવું માનવામાં આવે છે કે મહાન વિજેતા સિકંદરનો જન્મ ઈ.સ.પૂર્વે 356માં 18 જુલાઈએ થયો હતો