આણંદ
'ચૌદ ગામ પાટીદાર સમાજ' ના આણંદ જિલ્લાના 'ભાટીએલ' ગામના ડો. હિરેનકુમાર દિનેશભાઈ પટેલ એ ઈંગ્લિશ લિટરેચર માં "ડોકટર ઓફ ફિલોસોફી" ની ડિગ્રી પ્રાપ્ત કરી ગામ તથા સમાજ નું ગૌરવ વધાર્યું છે.
તેઓ ભાટીએલ ગામના વતની અને હાલ આણંદ રહેતા; 'આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ' ના 'પુર્વ જિલ્લા સરકારી વકીલ' અને હાલ 'સ્પેશ્યલ પબ્લિક પ્રોસેક્યુટર તરીકે ફરજ બજાવતા શ્રી 'ડી.એ.પટેલ' ના સુપુત્ર છે. જેઓએ તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટી ના પી.જી. ડિપાર્ટમેન્ટ ઓફ ઈંગ્લિશ માં ફરજ બજાવતા 'એસોસીએટ પ્રોફેસર' શ્રી 'ડો. પ્રણવ દવે'ના માર્ગદર્શન હેઠળ "અડેપ્ટેશન ફ્રોમ લિટરેચર ટુ સિનેમા: એન એનાલીસીસ ઓફ સત્યજીત રે'સ સિલેક્ટેડ મુવીસ" વિષય પર સંશોધન કાર્ય કરી થિસીસ રજુ કરી પીએચ.ડી ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ત્યારબાદ હાલમાં જ તેઓ ચરોતરની ઉચ્ચ અભ્યાસ માટે પ્રખ્યાત એવી "ચારુસેટ યુનિવર્સીટી"ના 'હ્યુમનિટીસ એન્ડ સોશ્યલ સાયન્સિસ' ડિપાર્ટમેન્ટમાં 'આસિસ્ટન્ટ પ્રોફેસર' તરીકે કાર્યરત થયાં છે. ઉપરોક્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી તેમણે પરિવાર, ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે.