AnandToday
AnandToday
Wednesday, 15 Jun 2022 18:30 pm
AnandToday

AnandToday

આણંદ - ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

બે લાખથી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

ગોકુલધામ-નાર દ્વારા સદ્દવિદ્યા સેવાયજ્ઞ સાથે વિશ્વ વિક્રમ 

હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમિનીટી વર્જિનીયા-યુ.એસ.એ. ના આર્થિક સહયોગથી સદ્દવિદ્યા સેવા યજ્ઞ સંપન્ન

આણંદ ટુડે
ગોકુલધામ-નાર દ્વારા સદ્દવિદ્યા સેવાયજ્ઞનાં ભાગરૂપે  હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમિનીટી વર્જિનીયા-યુ.એસ.એ. ના આર્થિક સહયોગથી આણંદ જિલ્લાની 365 ગામની 1019 સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8નાં બે લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું આજરોજ તા.16-06-2022 ના રોજ એક સાથે એક જ સમયે સવારે 9 કલાકે વિતરણ કરવામાં આવ્યુ હતું.
ગોકુલધામ-નારનાં સ્વપ્ન દ્રષ્ટા સાધુ શુકદેવપ્રસાદ સ્વામી અને સાધુ હરિકેશવ સ્વામીની સંકલ્પનાથી કાર્ય પરિપૂર્ણ કરવામાં આવ્યુ છે. ધો 1 થી 8 નાં વિદ્યાર્થીઓને નાસ્તાનાં ડબ્બા,બિસ્કીટ પેકેટ, પેન્સિલ તેમજ નોટો અને ચોપડાનું વિતરણ કરી સદ્દવિદ્યા સેવાયજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લાની 1019 શાળાઓમાં ગામનાં અગ્રણી આગેવાનોના વરદ હસ્તે આ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તારાપુર તાલુકાનાં વિતરણની જવાબદારી ભૂપેન્દ્રભાઇ પટેલે સંભાળી હતી. ગોકુલધામ-નારનાં હરિકૃષ્ણ સ્વામીએ તારાપુરની કુમાર શાળા અને બોરસદની શાળામાં વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. જનમંગલ સ્વામી તેમજ પરેશભાઇ ધરજીયાએ રૂણજ ગામની પ્રાથમિક શાળામાં, પ.પૂ. તપોમૂર્તિ મોહન સ્વામીજીએ તેમજ ભાવસર સાહેબ-પ્રિન્સિપાલ રામોદડીની પ્રા. શાળામાં, તેમજ પંડોળીની પ્રા.શાળામાં ચિરાગભાઇ અને બાંધણી ગામે રઢુપુરા પ્રા.શાળામાં  મનુભાઇ રાઠોડ અને જૈમીનભાઇ પટેલે હાજરી આપી ગોકુલધામ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિનો વિશેષ પરિચય આપ્યો હતો. જિલ્લાની તમામ 1019 શાળાઓના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને એક જ દિવસે એક સમયે શૈક્ષણિક કીટનું વિતરણ કરી ગોકુલધામ-નાર દ્વારા સદ્દવિદ્યા સેવાયજ્ઞ સાથે વિશ્વ વિક્રમ આ અનોખી સેવાને પ્રાપ્ત થશે.