AnandToday
AnandToday
Monday, 28 Apr 2025 00:00 am
AnandToday

AnandToday

પહેલગામ આતંકી હુમલાનો નાપાડ મુસ્લિમ સમાજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

મુસ્લિમ સમાજે પહેલગામ આતંકી હુમલાને સખત શબ્દોમા વખોડી કાઢયો

આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી

આંતકી હુમલામાં શહીદ થયેલા લોકોના આત્માના કલ્યાણ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી


આણંદ ટુડે | આણંદ
જમ્મું કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે .આતંકી હુમલામાં શહીદ થયેલા દિવંગત આત્માઓના દિવ્ય કલ્યાણ અર્થે જ્યારે સમગ્ર દેશમાં શોકમાં ગરકાવ થયેલ છે અને દરેક જગ્યાએ દેશવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે.વિવિધ સંસ્થાઓ, સમાજ તથા મુસ્લિમ સમાજ દ્વારા  વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના  નાપાડ ગામના મુસ્લિમ સમાજે પહેલગામ આતંકી હુમલાને સખત શબ્દોમા વખોડી કાઢયો હતો. અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો . અને  આંતકી હુમલામાં શહીદ થયેલા લોકોના આત્માના કલ્યાણ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નાપાડની તમામ મસ્જીદો ના ઈમામો,સૈયદ સાદાતો,મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના કન્વિનર નશરૂદીન રાઠોડ, માજી જીલ્લા પંચાયત સભ્ય સહીદખાન રાઠોડ, માજી સરપંચો બચુભાઈ દૂધવાળા, રહીમખાન રાઠોડ, મહેમુદખાન રાઠોડ તથા સમીર પેન્ટર વિજય  બેન્કર,મહંમદભાઈ રાઠોડ  તેમજ મોટી સંખ્યામાં વિવિધ કમીટીઓના હોદ્દેદારો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આંતકવાદીઓને જળમુળ થી સફાયો કરવા સરકારને અનુરોધ  કર્યો  હતો

પહેલગામ આતંકી ઘટનાને સખત શબ્દોમાં વખોડતા ગુજરાત મુસ્લિમ સેવા સમાજના કન્વિનર નશરૂદીન રાઠોડ કહ્યું કે આપણો ધર્મ જાતી કે વિચારસરણી ભલે અલગ- અલગ હોય પરંતુ આપણે સૌ હિન્દુ ,મુસ્લિમ,શીખ,ઈસાઈ પહેલા ભારતીયો છીએ અને આપણા દેશ સામે નાપાક નજરથી જોવા વાળા આતંકવાદીઓ અને તેમને સાથ સહકાર આપવા વાળા નો આપણે બધાએ ભેગા મળી સફાયો કરવો જોઈએ કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.