આણંદ ટુડે | ચાંગા
ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસાર્થે અનેકવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી ચારુસેટ કેમ્પસમાં તારીખ 25 થી 27 એપ્રિલ દરમિયાન 3 દિવસ માટે ‘ચારુસેટ એજયુકેશન એક્સ્પો-2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. CHARUSAT Education Expo is presented by Amul, powered by Anil and Asha Patel Endowment Fund at CHARUSAT and Co-powered by Jagaji Construction Company.
તારીખ 25મી એપ્રિલ, શુક્રવારે સવારે 10 કલાકે ચારુસેટ એજયુકેશન એક્સ્પો-2025નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને એક્સ્પો-2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
એજ્યુકેશન, ઇનોવેશન અને ઓપર્ચ્યુંનીટીનું ફ્યુઝન ધરાવતા ચારુસેટ એજયુકેશન એક્સ્પો-2025’ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણપ્રેમીઓને વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોની માહિતી પ્રાપ્ત થશે. એક્સ્પોમાં 3 દિવસ દરમિયાન સવારે 9 થી રાતે 8 વાગ્યા સુધી કેરિયર કાઉન્સેલિંગ ફેર, સ્ટુડન્ટ પ્રોટોટાઈપ શોકેસ, ઇન્સ્ટીટયુટ વિઝિટનો લાભ લઇ શકાશે. ચારુસેટ એજયુકેશન એક્સ્પો-2025માં નિ:શુલ્ક ભાગ લઈ શકાશે.
એક્સ્પોનો લાભ લેવા માટે ચારૂસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ દ્વારા સૌને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે આ એક્સ્પો વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ઉદ્યોગ વ્યાવસાયિકોને ચારુસેટમાં ઉપલબ્ધ વિવિધ શૈક્ષણિક અભ્યાસક્રમો અને તકોની શોધ માટે વ્યાપક પ્લેટફોર્મ પ્રદાન કરવા યોજવામાં આવશે. એક્સ્પોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વિવિધ સ્ટોલોની મુલાકાત લઇ એડમિશન પ્રોસેસ, વિવિધ કોર્સ, સ્કોલરશીપ વગેરેની માહિતી તેમજ કારકિર્દી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે.
એક્સ્પો દરમિયાન ચારુસેટના વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા રિસર્ચ પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ્સ અને વર્કિંગ મોડલ્સનું પ્રદર્શન કરવામાં આવશે.