નડિયાદ
પવિત્ર શુક્રવાર"ગુડફ્રાયડે" નિમિત્તે ખેડા જીલ્લાના ચર્ચોમાં પ્રાર્થના સાથે ક્રૂસના માર્ગની ભક્તિ અને મહાવ્યથાની કથાનું પઠન કરવામાં આવ્યું હતું.ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ, નડિયાદમાં ડભાણના યુવક યુવતીઓ દ્વારા ઈસુની પીડાને જીવંત ક્રૂસના માર્ગની ભક્તિ દ્વારા રજુ કરાતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
આ પ્રસંગે સેફ્રોન વિલા, નડિયાદ ખાતે સભાપુરોહિત ફાધર જોસેફ અપ્પાઉએ માનવમુક્તિ માટે ઇસુએ આપેલી પ્રાણની આહુતિને યાદ કરી સંત જુડનું જીવન ચરિત્ર સમજાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, આપણે પરિવારના સભ્યો, પડોશીઓ,સમાજ ને દુઃખી કરી વારંવાર ઈસુને પીડા આપીએ છે. ક્રૂસને ચુંબન કરીએ છે ખરા પણ બીજાને દુઃખી કરીએ છે, વેદના આવે તો દૂર ભાગીએ છે. કોઈના આંસુ લૂછી આપણે ઈસુના બલિદાનને સાર્થક કરીએ.
ગુડફ્રાયડે નિમિત્તે કપડવંજ, સેન્ટ મેરીઝ ચર્ચ નડિયાદ,મિશન રોડ નડિયાદ ચર્ચ સહિત જીલ્લાના તમામ ચર્ચમાં બપોરે ત્રણ કલાકે ઈસુના મૃત્યુને યાદ ઈસુ પીડાનું સ્મરણ મહાવ્યથાનું શ્રવણ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ-બહેનો ઉપસ્થીત રહેશે.
ખ્રિસ્તી પરિવાર ગુડ ફ્રાઇડેના દિવસે ઉપવાસ કરી દેવાલયોમાં મોડી રાત સુધી પ્રાર્થના કરી હતી.આ ઈસુ ખ્રિસ્તને દિવસે ક્રૂસ ઉપર જડી દેવામાં આવ્યાં હતા.ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચ, મિશન રોડ દ્વારા ડભાણના યુવકોના પાત્રકન થકી જીવંત ક્રૂસના માર્ગની ભક્તિ કરવામા આવી હતી
ધર્મગુરુ ફાધર નટુએ જણાવ્યુ હતુ કે,આપણે લોક ઉપયોગી બનવાનું છે. બીજાની પીડા વધારવા નહીં પણ દૂર કરવા સક્રિય બનવું જોઈએ. ગુડફ્રાયડે એ ભગવાન ઇસુએ માનવજાતના કલ્યાણ માટે આપેલા બલીદાનનો પવિત્ર દિવસ છે.
સભાપુરોહિત ફાધર જોસેફ અપ્પાઉ,ફાધર નટુ, ફાધર ફ્રાન્સીસ,સેન્ટ અર્સલ્લા મંડળના સિસ્ટરો, પેરિસ કાઉન્સિલના ઉપપ્રમુખ મનોજ મકવાણા, સેક્રેટરી અંકિતા પરમાર સહિતની ટીમે મહત્વની કામગીરી બજાવી હતી.