AnandToday
AnandToday
Sunday, 13 Apr 2025 18:30 pm
AnandToday

AnandToday

ધોમ ધગતા તાપમાં વડતાલધામ જરૂરિયાત મંદોની વ્હારે

વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા
આગ ઝરતી ગરમીમાં ચરોતરના 250 ગામોમાં 15 હજાર જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ચંપલનું વિતરણ કરાયું

આણંદ ટુડે | વડતાલધામ 
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમ ધગતી  ગરમીમાં ઉધાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના “સર્વજીવ હિતાવહ ”ના સંદેશને ચરિતાર્થ કરવા માટે મુખ્ય કોઠારી શ્રી ડૉ સંતવલ્લભદાસજી  સ્વામીની પ્રેરણાથી  મોગરીના તુષારભાઈ પટેલ ના યજમાનપદે તા ૧૩ એપ્રિલને  રવિવારના રોજ ૧૫ હજાર ઉપરાંત જોડી ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું .
પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ સંસ્થા દ્વારા  અનેક વિધ સમાજ ઉપયોગી સેવા કરવામાં આવે છે. શિયાળામાં ફૂટપાથપર રેન બસેરા કરતા દરિદ્ર નારાયણોને  ધાબળા વિતરણ કુદરતી આફત હોય તો જમવાની સુવિધા તથા ઉનાળા માં આકાશ માંથી વરસતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા લોકેને ગરમીથી રાહત મળે તે માટે ૧૫ હજાર ઉપરાંત ચંપલ જોડીનું વિતરણ કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી  હરિના “ સર્વ જીવ હિતાવહ ”સંદેશ ને વરેલ વડતાલ સંસ્થા દ્વારા વડતાલમાં નિ:શુલ્ક શ્રી સ્વામિનારાયણ મલ્ટીસ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ ચચાલે છે આ ઉપરાંત ખંભાતમાં આય ( આંખ ની ) જબરેશ્વર હોસ્પિટલ ચાલે છે. 
તારીખ ૧૩ એપ્રિલ રવિવાર ના રોજ વડતાલધામના  ૨૦૦ ઉપરાંત સ્વયંસેવકો ખેડા, આણંદ ( ચરોતર) ના જુદી જુદી ૪૫ રૂટો નક્કી કરી  ૨૫૦ ઉપરાંત ગ્રામ્ય તથા પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદો તથા દરિદ્રનારાયણોને ૧૫ હજાર ઉપરાંત ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું  સમગ્ર વિતરણ વ્યવસ્થા પૂ ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી તથા પુ શ્યામવલ્લભદાસજી સ્વામી  ની પ્રેરણાથી કરવામાં આવી હતી .