AnandToday
AnandToday
Monday, 31 Mar 2025 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 31 માર્ચ : 31 March 2025

તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

આજે નાણાંકીય વર્ષનો અંતિમ દિવસ

વર્તમાન નાણાંકીય વર્ષ 2024-25 સમાપ્ત થવામાં છે. નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થશે. આજે ટ્રેડિંગ સપ્તાહનો છેલ્લો દિવસ છે

* આજે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર દિવસ

* લોકસભાના અધ્યક્ષ (2009-14) રહેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સરકારી અમલદાર મીરા કુમારનો પટના ખાતે જન્મ (1945)

* લોકશૈલીના મોટા ગજાના સમર્થ સર્જક લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના પરમ ઉપાસક અને ભાવનગરની કોલેજમાં ગુજરાતી તથા સંસ્કૃતના પ્રધ્યાપક ખોડિદાસ પરમારનું અવસાન (2004)
લોકકલાના ક્ષેત્રમાં ગુજરાતમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ખોડિદાસ પરમારનું લલિતકલા અકાદમી - દિલ્હીનો પુરસ્કાર, એકૅડમી ઑફ ફાઇન આટૅસ ઍન્ડ ક્રાફટ સોસાયટી - દિલ્હીનાં આઠ પારિતોષિક તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીનાં પારિતોષિકોથી તેમનું સન્માન થયું છે 
તેમણે લોકસાહિત્યના વિષયમાં પી.એચ.ડી કર્યું હતું
ખોડીદાસે ગુજરાતના ખ્યાતનામ કલાગુરુ સોમાલાલ શાહ પાસેથી ઈ.સ. ૧૯૪૮થી ઈ.સ. ૧૯૫૧ સુધી ચિત્રકલાની તાલીમ લીધી હતી

* દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનો પંજાબના કપૂરથલા ખાતે જન્મ (1938)
તેમણે 1998થી સતત 15 વર્ષ સુધી સુધી શાસન કરતા, સૌથી લાંબા સમય માટે મુખ્યમંત્રી પદ પર રહયાનો રેકોર્ડ બનાવવા સાથે એ રેકોર્ડ પણ તેમના નામે છે કે દેશના કોઈપણ રાજ્યના સૌથી લાંબા સમય માટે સેવા આપનાર મહિલા મુખ્યમંત્રી છે 


* હિન્દી ફિલ્મોના ટ્રેજેડી ક્વિન તરીકે ઓળખાયેલ મહાન અભિનેત્રી મીના કુમારીનું 39 વર્ષની વયે મુંબઈ ખાતે અવસાન (1972)
તેમની યાદગાર ફિલ્મોમાં પાકીઝા, બૈજુ બાવરા, દિલ આપના ઔર પ્રીત પરાઈ, સાહિબ બીબી ઔર ગુલામ વગેરે છે 
તેમના લગ્ન નિર્દેશક કમાલ અમરોહી સાથે થયા હતા

* ભૌતિક વિજ્ઞાની આઈઝેક ન્યુટનનું ઈંગ્લેન્ડ ખાતે અવસાન (1727)
જેમની ગણના અનેક વિદ્વાનો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા માનવીય ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુરુષોમાંના એક પુરૂષ તરીકે થાય છે
ન્યૂટને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોની સમજૂતી આપી છે
ન્યૂટન ઘણી વખત પોતે એક વાત કહેતા હતા કે એક વૃક્ષ પરથી પડતાં સફરજનને જોઈને તેમને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતના સંશોધનની પ્રેરણા મળી 

* બૉલીવુડ ફિલ્મોના નિર્માતા અને વિતરક જ્યંતિલાલ ગડાનો કચ્છ જિલ્લામાં જન્મ (1962)

* હિન્દી ઉપરાંત અનેક પ્રાદેશીક ભાષાઓની ફિલ્મોના ગાયિકા સુજાતા મોહનનો કોચી ખાતે જન્મ (1963)

* ભારતના અંગ્રેજી કવિયત્રી કમલા સૂર્યાનો કેરાલા રાજ્યમાં જન્મ (1934)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ. જે. કુરિયનનો કેરાલા રાજ્યમાં જન્મ (1941)

* બૉલીવુડ ફિલ્મોના પત્રકાર દિનેશ રાહેજાનો મુંબઈ ખાતે જન્મ (1957)

* બેંગ્લોર ટીમમાં પ્રવેશ સાથે પશ્ચિમ બંગાળના પ્રયાસ રે બરમન આઈપીલનાં સૌથી યુવા ખેલાડી હોવાનો રેકોર્ડ બન્યો (2019) 

* ડૉ. ભીમરાવ આંબેડકરને મરણોપરાંત ભારત રત્ન સન્માન અપાયું (1990)

* પેરિસનું એફિલ ટાવર ખુલ્લુ મુકાયું (1889)

* તિબેટના ધર્મગુરુ દલાઈ લામા પોતાના 20 શિષ્યો સાથે સહી સલામત ભારત પહોંચ્યા, તેમણે 17 માર્ચે લ્હાસાથી પગપાળા પ્રવાસ શરૂ કર્યો હતો (1959)

* વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં ભારતને જીત માટે લક્ષ મળ્યું હતું 120 રનનું, પણ ભારતીય ટીમ માત્ર 81માં ઓલ આઉટ થઇ જતા પરાજ્ય થયો (1997)
*  
* અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, તબુ, પરેશ રાવલ, અસરાની, ઓમ પુરી, કુલભુષણ ખરબંદા, ગુલશન ગ્રોવર, મુકેશ ખન્ના અભિનિત ફિલ્મ 'હેરાફેરી' રિલીઝ થઈ (2000)
ડિરેક્શન : પ્રિયદર્શન
સંગીત : અનુ મલિક
'હેરાફેરી' (2000) ને હિન્દી સિનેમામાં કલ્ટ કોમેડી તરીકે ઓળખવામાં આવે છે. કોમેડી ઝોનમાં અક્ષય કુમારનું 'હેરાફેરી' દ્વારા પહેલું પગલું હતું. પરેશ રાવલનું પાત્ર બાબુરાવ ગણપતરાવ આપ્ટે હિન્દી ફિલ્મોના કેટેક્ટરોની જેમ આઇકોનિક પાત્ર બની ગયું છે. પરેશ રાવલની પ્રેક્ષકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી. આ ફિલ્મે તેના કોમિક ટાઈમિંગને લાઇમલાઇટમાં લાવ્યું હતું. અક્ષયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પ્રિયદર્શન અને 'હેરાફેરી' નો હાસ્ય અભિનય શીખવા માટે ઋણી છે. 'હેરાફેરી' કમર્શિયલ રીતે સારી રહી ન હતી. પરંતુ કેબલ ટીવી અને પછી ટેલિવિઝન પર આશ્ચર્યજનક હિટ રહી હતી. ફિલ્મફેર 'બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલ' ની કેટેગરીમાં એવોર્ડ પરેશ રાવલને 'હેરાફેરી' (2000) માટે મળ્યો હતો. 


>>>> ગુસ્સો પોતે સારો કે ખરાબ નથી હોતો. તે કેવી રીતે વ્યક્ત થાય છે તે સારું કે ખરાબ હોય છે. શુદ્ધ રૂપે ગુસ્સો એક ઉર્જા માત્ર છે. ગુસ્સો સારી ચીજ ત્યારે કહેવાય જ્યારે તેની ઉર્જા સર્જન કરવામાં વપરાય. ગુસ્સાને સકારાત્મક ઉર્જા તરીકે ઉપયોગમાં લેવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ગુસ્સાની લાગણી કેમ છે તેનું કારણ શોધી કાઢવું, અને એ લાગણીનો ઉપયોગ કરીને સંજોગોને બદલવા માટેનું મોટિવેશન પેદા કરવું જોઈએ. આપણે આપણી પીડાને જ્યારે પાવરમાં, દુઃખને ડહાપણમાં અને અસ્વસ્થતાને આરાધનામાં તબદિલ કરી શકીએ, ત્યારે ગુસ્સો સકારાત્મક તાકાત બની જાય.

સંકલન : વિજય ઠક્કર (આણંદ)