આણંદ ટુડે | આણંદ
આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ અંતર્ગત નમસ્કાર ગુજરાત દૈનિક સિને મીડિયા ફાઉન્ડેશન પ્રસ્તુત આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે *નારી રત્ન સન્માન સમારોહ - ૨૦૨૫* નું ભવ્ય આયોજન તા.9 માર્ચ, રવિવારે આદિ શંકરાચાર્ય ઓડિટોરિયમ વિધાનગર ખાતે કરવામાં આવ્યું હતું.
આ સમારંભનાં આયોજક હતા પ્રમુખ સિને મીડિયા ફાઉન્ડેશન સંસ્થાના અગ્રણી ડૉ. કલ્પેશ પટેલ. અતિથિ વિશેષ ડૉ. નિરંજન પટેલ ( કુલપતિ એસ.પી. યુનિવર્સિટી), શૈલેષ શાહ (પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ), ભરત બારોટ, રાજ બ્રહ્મભટ્ટ (રાજ સ્મિત ફિલ્મ્સ & એન્ટરટેઇનમેન્ટના ફાઉન્ડર અને સાહિત્યકાર), ભારતીબેન પટેલ (પ્રમુખ જાગૃતિ મહિલા સમાજ,આણંદ), હંસાબેન ધ્રુવ (સામાજીક કાર્યકર), મીતા પટેલ( ગુજરાતી ફિલ્મ અભિનેત્રી) અને (જુનિયર દિલીપકુમાર) ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાતમાંથી સાહિત્યકાર, લોકસાહિત્યકાર, ફિલ્મ, શૈક્ષણિક, મીડિયા, લોકનેતા, બિઝનેસવુમન, રમતવીર, સોશિયલ જેવા અલગ અલગ 11 વિભાગોમાં સરાહનિય કામગીરીની કદરરૂપે પ્રોત્સાહિત *નારી રત્ન સન્માન - 2025* કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં સન્નારીઓ ઉપસ્થિત રહયાં હતાં. જેઓને સુંદર ટ્રોફી અને પ્રમાણપત્ર ઉપસ્થિત આમંત્રિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા સિને મીડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિમિષા જાની, બીજલ પટેલ(ઉપપ્રમુખ સિને મીડિયા ફાઉન્ડેશન), રમેશ ઠાકોર (વાઇબ્રન્ટ મલ્ટી મીડિયા સીઈઓ), નીતીશ પંચાલ, હર્ષિદા પંચાલ (નીક ફિલ્મ), વિકાસભાઈ, રાજુ ગોહેલ (પત્રકાર ), સુનિલ રાજપૂત(ફોટોગ્રાફર), રાજ સ્મિત ફિલ્મ્સ &એન્ટરટેઇનમેન્ટના ફાઉન્ડર અને સાહિત્યકાર ભરત બારોટ (રાજ બ્રહ્મભટ્ટ), મીડિયા પાર્ટનરો અને ડૉ. કલ્પેશ પટેલ સિને મીડિયા ફાઉન્ડેશનના પરિવારજનોએ ખૂબ મોટો ફાળો આપ્યો હતો. જુનિયર દિલીપકુમારે સૌને હસાવતા અને પોતાના સુંદર અવાજમાં ફિલ્મી ગીતો સંભળાવીને સમગ્ર કાર્યક્રમનું ખૂબ સુંદર રીતે સંચાલન કર્યું હતું. ખીચોખીચ ભરેલા ઓડિટોરિયમમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે અતિથિ વિશેષ મહેમાનોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિદ્યાની દેવી મા સરસ્વતી અને શક્તિ સ્વરૂપા નારીઓને બિરદાવવાનો કાર્યકમ શરૂ થયો હતો. ત્યાર પછી આમંત્રિત મહેમાનોએ મહિલા દિવસ ઉજવણીના ભાગ રૂપે પોતાનાં મનનિય વિચારો રજૂ કર્યા હતાં. સાંપ્રત સમયમાં આત્મનિર્ભર નારી અને સ્ત્રી સશકિતકરણને બિરદાવતા સાથે મહિલાઓને તેમની ફરજો પણ યાદ કરાવી હતી.
ગ્લોબેલ ડિઝાઇન એકેડેમી નડિયાદના બિજલ મિસ્ત્રીએ તમામ સન્માનિત બહેનોને ગીફ્ટ આપી હતી.અંતમાં સૌએ આ કાર્યક્રમના આયોજક ડૉ. કલ્પેશભાઈને સન્માનિત કર્યા હતાં. સન્માનિત નારીઓના ગ્રુપ ફોટા અને ચા નાસ્તા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. સૌ સન્માનિત નારીઓનો ટુંકો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો હતો. આજનાં કાર્યક્રમની સફળતા સૌનાં હસતાં ચહેરામાં પ્રતિબિંબિત થતી હતી.