AnandToday
AnandToday
Friday, 28 Feb 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદવાસીઓને પદ્મ શ્રી કૈલાશ ખેર અને હિમાલી વ્યાસ ના સુરીલા ગીતો સાંભળવાની મળશે તક

તા.૦૭ અને ૦૮ માર્ચ ના રોજ વિદ્યાનગર, શાસ્ત્રી મેદાન ખાતે ‘‘આણંદ ઉત્સવ’’ કાર્યક્રમ યોજાશે

તા. ૦૭ થી ૧૧ માર્ચ દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે આદિજાતિ હસ્તકલા અને ફૂડ મેળો યોજાશે

આણંદ જિલ્લાની જાહેર જનતાને ‘‘આણંદ ઉત્સવ’’ કાર્યક્રમને નિહાળવા ઉપસ્થિત રહેવા અપીલ

દરેકને વિના મૂલ્યે એન્ટ્રી મળશે

આણંદ, શનિવાર
ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને આણંદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૭ અને ૮ મી માર્ચના રોજ સાંજે ૭-૩૦ કલાકે ‘‘આણંદ ઉત્સવ’’ કાર્યક્રમ યોજાશે.

વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી ખાસ ઉપસ્થિત રહી ‘‘આણંદ ઉત્સવ’’ કાર્યક્રમનો તારીખ ૭ મી માર્ચને શુક્રવારના રોજ સાંજે ૭-૦૦  કલાકે શુભારંભ કરાવશે.

આ કાર્યક્રમમાં પદ્મ શ્રી કૈલાશ ખેર તારીખ ૭, માર્ચના રોજ સાંજે ૭-૩૦ કલાકે અને તારીખ ૮, માર્ચના રોજ સાંજે ૭-૩૦ કલાકે શ્રી હિમાલી વ્યાસ પોતાના આગવા અંદાજમાં સુરીલા ગીતોથી જાહેર જનતાને મનોરંજન પૂરું પાડશે.

આ ઉપરાંત તારીખ ૭ મી માર્ચથી તારીખ ૧૧ મી માર્ચ સુધી બપોરે ૧૪-૦૦ કલાકથી રાત્રિના ૨૨-૦૦ કલાક સુધી આદિજાતિ હસ્તકલા અને ફૂડ મેળો પણ શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે જ યોજાશે. જેનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ આદિજાતિ હસ્તકલા અને ફૂડ મેળાનો લાભ લેવા આણંદ જિલ્લાની જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

**