આણંદ ટુડે | આણંદ
એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકાનું શાસન હવે ભાજપના હાથમાં આવ્યું છે. જ્યારે પંજો ઢીલો પડ્યો છે. આણંદ જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર ભાજપે પાંચ અપક્ષ કાઉન્સિલરનો ટેકો મેળવી સત્તા કબ્જે કરીને ઇતિહાસ રચ્યો છે .
આણંદ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ ઓડ,આંકલાવ અને બોરીયાવીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઓડ અને બોરીયાવી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો .જ્યારે કોંગ્રેસના ગઢ ગણાતી આંકલાવ નગરપાલિકામાં અપક્ષો છવાયા હતા. આંકલાવ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સત્તા સ્થાને કોણ બિરાજશેની વિવિધ અટકળોએ ભારે જોર પકડ્યું હતું .પરંતુ ભાજપની પ્રચંડ તાકાત સામે વિપક્ષ કમજોર પડ્યું .એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકા ના ઇતિહાસમાં પહેલીવાર ભાજપે પાંચ અપક્ષ કાઉન્સિલરનો ટેકો મેળવી સત્તા કબ્જે કરી છે .
આંકલાવ નગરપાલિકામાં ચૂંટાયેલા 5 અપક્ષ સભ્યોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે .ભાજપને અપક્ષોનું સમર્થન મળતા આંકલાવ નગરપાલિકામાં પક્ષના મેન્ડેડ સાથે જીતેલા ભાજપના 10 સભ્યો મળીને કુલ 24 માંથી 15 સભ્યો નું બહુમતી વાળું જૂથ આગામી સમયમાં નગરપાલિકામાં બોર્ડ બનાવી આંકલાવને વિકાસ ના માર્ગે વધુ વેગવાન બનાવશે,
ભાજપમાં જોડાયેલા જોડાયેલા તમામ 5 સભ્યોએ સોમવારના રોજ આણંદ સ્થિત ભાજપ કમલમ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પટેલ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આંકલાવ પ્રભારી હેમંતભાઈ પટેલ, સ્વેતલભાઈ પટેલ,આકલાવના ભાજપ અગ્રણી ગુલાબસિંહ પઢિયારની વિશેષ ઉપસ્થિતી માં કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપને બિન શરતી ટેકો જાહેર કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છ .
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેશ પટેલે તથા સાંસદ મિતેશભાઈ પટેલે તમામ પાંચ સભ્યોને ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષ માં આવકાર્યા હતા.
આંકલાવ નગરપાલિકામાં ચૂંટાયેલા પાંચ અપક્ષોએ સોમવારના રોજ ભાજપને ટેકો જાહેર કરી કેસરિયો ખેસ ધારણ કરતા સ્થાનિક રાજકામા ભૂકંપ સર્જાયો છે .ભાજપમાં જોડાયેલા અપક્ષોમાં
- મનુભાઈ જશુભાઈ રાઠોડ - વૉર્ડ - 4
- નારસંગ સરદારસંગ રાજ - વોડ - 3
- સિતારબાનું સલીમશા દિવાન - વોર્ડ - 3
- ગીતાબેન સામંતભાઈ ચાવડા -વોર્ડ - 1
- પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી - વૉર્ડ- 1
નો સમાવેશ થાય છે
કોંગ્રેસનો ગઢ ગણાતા આણંદ જિલ્લાના આંકલાવમાં પ્રથમવાર ભાજપે બાજે મારી છે .આંકલાવ ગ્રામ પંચાયતને વર્ષ ૨૦૦૦માં નગરપાલિકાની માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી ભાજપ દ્વારા મેન્ડટ આપીને ચૂંટણી લડવામાં આવતી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા મેન્ડટનો આગ્રહ રાખ્યા વિના કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોને લડાવતા પાલિકામાં કોંગ્રેસ સમર્થિત અપક્ષો સત્તા મેળવી હતી.આંકલાવ પાલિકામાં વર્ષ ૨૦૦૦થી અત્યાર સુધીમાં એકપણ વખત પાલિકા પ્રમુખની ખુરશી સુધી પહોંચવામાં ભાજપ સક્ષમ બની નથી.પરંતુ આ વખતે 2025 માં ભાજપે આંકલાવ નગરપાલિકામાં ઇતિહાસ રચ્યો છે .પાંચ અપક્ષ કાઉન્સિલરોનું સમર્થન મેળવીને ભાજપે આંકલાવ નગરપાલિકામાં સત્તા હાંસલ કરી છે.