દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવ્યા બાદ આખરે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં ભાજપે એક મહિલાને મુખ્યમંત્રી બનાવ્યા છે. આ મહિલા ધારાસભ્યનું નામ રેખા ગુપ્તા છે. રેખા ગુપ્તા શાલીમાર બાગથી ચૂંટણી જીતીને દિલ્હી વિધાનસભામાં પહોંચ્યા છે.આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે
રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ જઇ રહેલા એક જૈન પરિવારની એમજી હેક્ટર કાર આગળ જઈ રહેલા આઈસર પાછળ ઘૂસી ગઇ જેને કારણે પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં જ્યારે કારમાં સવાર બે બાળકોનો આબાદ બચાવ થયો છે.અકસ્માતમાં ભોગ બનનાર દંપતી અમદાવાદના શાહીબાગના રહેવાસી હતા .
ગુજરાત રાજયના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબીનેટ કક્ષાના મંત્રી ભાનુબેન બાબરીયા તેમના ગાંધીનગરના મંત્રી નિવાસ સ્થાને આકસ્મિક રીતે પગે દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે .
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો. ધારાસભ્યોએ હથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીય પ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ભેગા થઈ'ભારતીયો કા યે અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન'ના નારા લગાવ્યા હતા.
ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી એક હૃદય કંપાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક 5 વર્ષની બાળકીએ તેની માતાની હત્યાનો ખુલાસો કર્યો છે. ઝાંસીમાં રહેતી 28 વર્ષીય સોનાલી બુધૌલિયાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. સોનાલીના પતિ સંદીપ બુધૌલિયાએ તેને આત્મહત્યા ગણાવી હતી, પરંતુ તેમની 5 વર્ષની પુત્રીએ હત્યાનો ખુલાસો કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી5 વર્ષની પુત્રીએ એક સાદા કાગળ પર સ્કેચ બનાવ્યું અને કહ્યું કે, પપ્પાએ મમ્મીને મારી નાખી અને લટકાવી દીધી. પોલીસે જણાવ્યું હતું કે,શરૂઆતમાં આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ મૃતકના પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો અને આરોપી પતિ સંદીપ બુધોલિયાની ધરપકડ કરી હતી.