AnandToday
AnandToday
Sunday, 16 Feb 2025 00:00 am
AnandToday

AnandToday

ચારૂતર વિધામંડળ યુનિવર્સિટી સંચાલિત ILSASS કોલેજ દ્વારા ENCUESTA 8.0 ક્વિઝિંગ કાર્નિવલ યોજાયો

આણંદ
ચારુતર વિધામંડળ યુનિવર્સિટી સંચાલિત ILSASS કોલેજ દ્વારા ENCUESTA 8.0  ક્વિઝિંગ કાર્નિવલનું 15 મી ફેબ્રુઆરી એ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દ્વારા સમગ્ર ગુજરાતની અનેક શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને બૌદ્ધિક પ્લેટફોર્મ આપવામાં આવે છે. ILSASS કોલેજ દ્વારા સતત 8 વર્ષથી ક્વિઝ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષે 2190 જેટલાં રજીસ્ટ્રેશન સાથે છેલ્લા વર્ષોનો રેકોર્ડ બ્રેક થયેલ છે. જનરલ નોલેજમાં શાળા કક્ષાએ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ આણંદ (CBSE)ના વિદ્યાર્થી આર્યન પાટીલ, વત્સલ સોની અને કોલેજ કક્ષાએ GCET કોલેજના શિવાંશ શ્રીવાસ્તવ, ભવ્ય વર્મા તથાં બોલીવુડ ક્વિઝમાં શાળા કક્ષાએ કેન્દ્રીય વિદ્યાલય આણંદના વિદ્યાર્થી આયુષ જાદવ, અક્ષત મોરિયા અને  કોલેજ કક્ષાએ ILSASS કોલેજના એલ્યુમિનાઈ અરવિંદ નામપૂભિવી, અંકિત શાહ વિજેતા બન્યા હતા. સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને કેસ પ્રાઇસ અને ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યા હતા.

ENCUESTA 8.0 ટાઈટલ સ્પોન્સર કૌશલ પટેલે (જિયાન ઓવરસિઝના માલિક) વિશેષ ઉપસ્થિતિ આપી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. સી.એન.અર્ચના નરહરીના માર્ગદર્શન હેઠળ તથાં ફેકલ્ટી કોઓર્ડિનેટર પ્રો.દર્શન ગજ્જર, વાઈસ સ્ટુડન્ટ કાઉન્સિલ પ્રો. કિશન જોષીના સહયોગથી સ્પર્ધાના ચીફ એસ્ક્યુટિવ ઓફિસર વેદ પટેલે, મેનેજિંગ જનરલ સેક્રેટરી વૈશ્વી શાહ તથાં કોલેજના સ્ટાફ અને વિધાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ક્વિઝનો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે તેમજ સહભાગીઓમાં ટીમ વર્ક અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. ફંક્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા.
****