આણંદ,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૭ મી ફેબ્રુઆરી થી તા. ૧૭ મી માર્ચ ૨૦૨૫ સુધી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા યોજવામાં આવનાર છે.
આ બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં અને પરીક્ષા દરમિયાન કોઈપણ મૂંઝવણ હોય તો તેઓ ઘેર બેઠા ફોન દ્વારા માર્ગદર્શન મેળવી શકે તે માટે તથા વિદ્યાર્થીઓના મનો શારીરિક પ્રશ્નો ના સમાધાન માટે આણંદ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ કાઉન્સિલરશ્રી ઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકે તે માટે ટેલિફોનિક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
આ ટેલીફોનિક હેલ્પલાઇન બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે, જે તા. ૧૭ મી માર્ચ ૨૦૨૫ સુધી સવારે ૯-૦૦ કલાક થી સાંજના ૧૮-૦૦ કલાક સુધી ખુલ્લી રહેશે.
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ટેલીફોનિક માર્ગદર્શન આપનાર તેમના મનોશારીરીક પ્રશ્નોના સમાધાન માટે પ્રોફેસર શ્રી સમીર પટેલ ૯૮૨૫૦ ૨૫૯૯૪, પ્રોફેસર શ્રી પંકજ સુવેરા ૯૪૨૭૩ ૮૧૯૫૨, પ્રોફેસર ડોક્ટર પલ્લવી ત્રિવેદી ૯૪૨૮૪ ૯૧૨૮૮, પ્રોફેસર ડોક્ટર જીગર જાની ૯૪૨૬૦ ૦૯૪૯૮, પ્રોફેસર ડોક્ટર હસમુખ ચાવડા ૯૫૩૭૦ ૬૩૩૨૫, પ્રોફેસર ડોક્ટર મોહસીન ૯૭૩૭૧ ૬૩૦૬૮, પ્રોફેસર ડોક્ટર સતીશ હંસપરા ૯૯૦૪૬ ૫૦૧૨૮ અને આચાર્ય શ્રી અલ્પેશ ભટ્ટ ૯૪૨૭૫ ૭૬૫૧૫ નંબર ઉપર તારીખ ૧૭ મી માર્ચ ૨૦૨૫ સુધી સવારે ૯-૦૦ થી સાંજના ૧૮-૦૦ કલાક સુધી વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન તેમના મનમાં ઉપસ્થિત તથા પ્રશ્નોનું માર્ગદર્શન આપશે, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુમાં તેમના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓ આ ટેલીફોનિક હેલ્પલાઇન ઉપર સંપર્ક સાઘી ને કોઈપણ પરીક્ષાલક્ષી મૂંઝવણ નું માર્ગદર્શન મેળવી શકશે, જેનો મહત્તમ લાભ લેવા તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ અનુરોધ કર્યો છે.
*****