AnandToday
AnandToday
Saturday, 01 Feb 2025 00:00 am
AnandToday

AnandToday

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિરસદ ખાતેના સદગુરૂ વંદના મહોત્સવમાં સહભાગી બનીને ધન્યતા અનુભવી 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટીદારોના ઉદ્ધારક વીર  વસનદાસ બાપાની પ્રતિમાને  પુષ્પાંજલિ અર્પણ કરી

આણંદ,શનિવાર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આજની આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન વિરસદ ખાતેના સદગુરૂ વંદના મહોત્સવ સહભાગી બનીને ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,સંતોના આશીર્વાદથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને વિકસિત ગુજરાત થકી ઝડપથી પૂરું કરી શકાય તેવી અભિલાષા વ્યક્ત કરી પ્રભુ અર્ચના પણ કરી હતી.
આ વેળાએ વિરસદ ધામના સદગુરુ વંદના મહોત્સવના આયોજક શ્રી કોઠારી સ્વામી કેશવ ચરણદાસજી  તથા સરદાર ધામના સદગુરુ નિત્ય સ્વરૂપ દાસ સ્વામી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું  હાર પહેરાવી મોમેન્ટો આપીને  સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પૂર્વે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટીદારોના ઉદ્ધારક વીર  વસનદાસ બાપાની પ્રતિમાને  પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ વેળાએ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ,જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ દેસાઈ, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા 
-૦-૦-૦-