AnandToday
AnandToday
Monday, 27 Jan 2025 18:30 pm
AnandToday

AnandToday

ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાશે.

૪૫ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી સાથે કુલ ૨૫૫૮ પદવી એનાયત કરાશે

વિદ્યાનગર
ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ૨૯મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યોજાવા જઈ રહ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ની બેચના ઉતિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને પદવી દ્વારા સન્માનીત કરવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં ૪૫ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી સાથે કુલ ૨૫૫૮ પદવી એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે એલિકોન એન્જિનિયરીંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરશ્રી પ્રયાસવીનભાઈ પટેલ તથા ચારૂતર વિદ્યામંડળના ચેરમેન અને ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીના પ્રેસિડન્ટ એન્જીિનિયરશ્રી ભીખુભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ પદવીદાન સમારોહ તા ૨૯ જાન્યુઆરીના રોજ સાંજના ૦૬-૦૦ કલાકે શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે.
ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ)યુનિ.નો દ્વિતીય પદવીદાન સમારોહની પૂર્વ સંધ્યાએ વલ્લભ વિદ્યાનગર સ્થિત સેમકોમ કોલેજ ખાતે ચારૂતર વિદ્યામંડળના ચેરમેન અને મંત્રીના અધ્યક્ષ સ્થાને પદવીદાન સમારોહ અંગેની સમીક્ષા અને ચર્ચા કરાઈ હતી.