AnandToday
AnandToday
Wednesday, 22 Jan 2025 18:30 pm
AnandToday

AnandToday

નાગરિકોના સૂચનો બાદ આણંદ મહાનગરપાલિકાના લોગાની અંતિમ ડીઝાઈન જાહેર કરાશે

આણંદ મહાનગરપાલિકાનો પ્રાથમિક લોગો જાહેર કરાયો

નાગરિકો તેમના આણંદ મહાનગરપાલિકાના લોગોની ડીઝાઈન સંદર્ભેના સૂચનો suggestion.anmc@gmail.com ઈ-મેઈલ ઉપર મોકલી શકે છે.

નાગરિકો તા.૩૧મી જાન્યુઆરી સુધી પોતાના સૂચનો મોકલી શકશે

આણંદ, ગુરૂવાર
આણંદ નગરપાલિકાને હાલમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકામાં વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તથા મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આણંદ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતરિત થતા શહેરને નવી ઓળખ આપવા માટે લોગો ડિઝાઇનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સ્પર્ધામાં ૫૦૦ ઉપરાંત કલાકારોએ ભાગ લીધો હતો. જે પૈકી  એમ.એસ.ડીઝાઈન સ્ટુડિયો, રાજકોટના ડીઝાઈનર શ્રી મનોજ સોંડાગર દ્વારા ડીઝાઈન કરવામાં આવેલા લોગોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. 
આ લોગોની ડીઝાઈન સાથે નાગરિકોના વિચારો પણ જોડાઈ શકે તે માટે પ્રાથમિક રીતે પસંદ કરવામાં આવેલ લોગોમાં જરૂરી સુધારા વધારા કરવા બાબતે આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને તેમના વિચારો રજુ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ માટે લોગોની ડીઝાઈનમાં જરૂરી સુધારા – વધારા માટે મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકો તા. ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૫ ને શુક્રવાર સુધીમાં પોતાના સૂચનો મ્યુનિસિપલ કમિશનરશ્રી, આણંદને મોકલી શકશે. 

નાગરિકો તેમના આણંદ મહાનગરપાલિકાના લોગોની ડીઝાઈન સંદર્ભેના સૂચનો suggestion.anmc@gmail.com ઈ-મેઈલ ઉપર મોકલી શકે છે.

આણંદ મહાનગરપાલિકાના નાગરિકોના સૂચનોને ધ્યાનમાં લીધા બાદ મહાનગરપાલિકાના લોગોની અંતિમ ડીઝાઈન નક્કી કર્યા બાદ તેનું અનાવરણ કરવામાં આવશે.