AnandToday
AnandToday
Wednesday, 01 Jan 2025 18:30 pm
AnandToday

AnandToday

આણંદના સાંસદ સભ્યશ્રીએ સ્માર્ટ મીટર લગાવવાની કરી પહેલ

આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના રહેઠાણ સ્થળ વાસદ ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની લિ. દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યુ

સાસંદે વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવા માટે કરી અપીલ

આણંદ ટુડે | આણંદ,
આણંદના સાંસદશ્રી મિતેષભાઈ પટેલના વાસદ સ્થિત રહેઠાણના સ્થળે મધ્ય ગુજરાત વીજ કંપની લિ. દ્વારા  તાજેતરમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યુ છે.
શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા પોતાના રહેઠાણે સ્માર્ટ મીટર લગાવવાની પહેલ કરીને  વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવા માટે અપીલ કરી હતી.
આજના સમયમાં વીજળી પાયાની જરૂરિયાત બની ગઈ છે. આજનો સમય ડિઝિટલ છે, ત્યારે વીજળી માટે સ્માર્ટ મિટરિંગ ઉપલબ્ધ છે. રાજ્યની વીજ વિતરણ પ્રણાલીને આધુનિક બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ એક નોંધપાત્ર પહેલ- સ્માર્ટ મિટરિંગ પ્રોજેક્ટ સમગ્ર દેશની સાથે હવે ગુજરાતમાં પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. 

સાંસદશ્રી મિતેષભાઈ પટેલના ઘરે  સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઇજનેર શ્રી એસ.કે.વસાવા દ્વારા સ્માર્ટ મીટરના ફાયદા અંગે જણાવ્યું હતું કે  વીજ વપરાશનું રીયલ  ટાઇમ ટ્રેકિંગ થઇ શકે છે . પાછલા વીજ વપરાશ નું વિશ્વલેસણ અને વીજ વપરાશ નું પૂર્વાનુમાન, પર્યાવરણનો બચાવ, દૈનિક વીજવપરાશ નું નિરિક્ષણ અને નિયંત્રણ તેમજ રીયલ ટાઇમ સૂચનાઓ અને માનવી હસ્તક્ષેપનું નિવારણ થઇ શકે છે. આણંદ જિલ્લાના નગરજનો સ્માર્ટ મીટર લગાવડાવે તેવી અપીલ પણ તેમણે કરી છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ વીજ પૂરવઠાની કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને પારદર્શિતા વધારવા માટે અદ્યતન ટેક્નોલૉજીના લાભથી ગ્રાહકોને ડેટા અને તેમના ઊર્જા વપરાશ પર નિયંત્રણ રાખવા માટે સશક્ત બનાવે છે. સ્માર્ટ મિટરિંગ વીજ વિતરણ કંપનીઓની બિલિંગ સેવાઓમાં ક્રાંતિ લાવી રહ્યું છે, તેમ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, આણંદના અધિક્ષક ઇજનેર શ્રી વસાવાએ ઉમેર્યું હતું.
***