AnandToday
AnandToday
Monday, 30 Dec 2024 18:30 pm
AnandToday

AnandToday

ઉમરેઠ સંતરામ મંદિરનો ૧૬૬મો વાર્ષિકોત્સવ ઉજવાશે.
 

વાર્ષિક ઉત્સવ નિમિત્તે સાકરવર્ષા , શ્રીમદ્દ ભાગવત સપ્તાહ તેમજ આરતી દર્શનનું વિશેષ આયોજન.

ઉમરેઠ
પ.પુ.યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ શુભ આશીર્વાદ પ.પુ.મહંતશ્રી રામદાસ મહારાજ ના શુભ આશિષ અને આજ્ઞા થી શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો ૧૬૬મો વાર્ષિકોત્સવ તા.૫/૧/૨૦૨પ થી તા.૧૧/૧/૨૦૨પ સુધી ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવશે. આ દરમ્યાન શ્રી સંતરામ મંદિર ઉમરેઠ ખાતે સ્વ.લલ્લુભાઈ ગોરધનભાઈ પટેલ, સ્વ. મણિબેન ગોરધનભાઈ પટેલ અને સ્વ. મિતેષભાઈ વિનુભાઈ પટેલ ના યજમાન પદે કથાકાર પૂ.શ્રી નમસ્વીબેન ભૂપતાના વક્તા પદે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.  
કથાના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, શ્રી દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાલા), મિતેષભાઇ પટેલ (સાંસદ સભ્ય - આણંદ), ગોવિંદભાઈ પરમાર (ધારાસભ્ય, ઉમરેઠ), કનુભાઈ શાહ (પ્રમુખ, ઉમરેઠ નગરપાલિકા), તેમજ શ્રી સંતરામ મંદિર ની વિવિધ શાખાના મહંત શ્રી ઓ વિશેષ ઉપસ્થિત રહેશે. કથાનો સમય દરોજ બપોરે ૩ થી ૬.૩૦ કલાકનો રહેશે ત્યાર બાદ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ધાર્મિક આયોજનનો લાભ સર્વે ભક્તો એ લેવા શ્રી ગણેશદાસજી મહારાજે આમંત્રણ પાઠવ્યું છે. 
વધુમાં ૧૬૬માં વાર્ષિક મહોત્સવ અંતર્ગત શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમના દિવસે સાકર બોર વર્ષા કરવામાં આવશે તે પૂર્વે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ તેમજ વિવિધ શાખાના મહંત શ્રી ઓ ની ઉપસ્થિતિમાં વિશેષ આરતી દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે બાળક વ્યવસ્થિત બોલતુ ન હોય તો તે માટે લોકો બાધા રાખે છે અને બાધા મુજબ સાકર બોર વર્ષા કરી બાધા પૂર્ણ કરે છે.