AnandToday
AnandToday
Saturday, 28 Dec 2024 18:30 pm
AnandToday

AnandToday

ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જક ભગીથ બ્રહ્મભટ્ટને કલાગુર્જરીનું ગિરા ગુર્જરી પ્રથમ પારિતોષિક-૨૦૨૪ અર્પણ

નિબંધસંગ્રહ 'નાભિનાળ માટે નિબંધ શ્રેણી વિભાગ અંતર્ગત ગિરાગુર્જરીનું પ્રથમ પારિતોષિક મહાનુભાવો અને સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં અર્પણ

આણંદ ટુડે | આણંદ
કલાગુર્જરી મુંબઈ સાહિત્યસંસ્થા દ્વારા આયોજિત વિવિધ શ્રેણી અંતર્ગત વિજેતા પુસ્તકોનો સર્જકોને પારિતોષિક અર્પણ કરી સન્માનવાનો સાહિત્ય-લક્ષ્મી સમારંભ તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયો. જેમાં ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જક, કવિ-નિબંધકાર તથા સરદાર પટેલ યુનિ.વલ્લભવિદ્યાનગર અનુસ્નાતક ગુજરાતી વિભાગના પૂર્વ પ્રોફેસર-અધ્યક્ષ ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટને તેમના નિબંધસંગ્રહ 'નાભિનાળ માટે નિબંધ શ્રેણી વિભાગ અંતર્ગત ગિરાગુર્જરીનું પ્રથમ પારિતોષિક મહાનુભાવો અને સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યું હતું .
ભગીરથ બ્રહ્મભટ્ટનાં ગુજરાતી કવિતા, નિબંધ રેખાચિત્ર લઘુકથા વિવેચન સંશોધન સંપાદન ક્ષેત્રે પચાસ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયા છે. જે પૈકી વિસરાતી ગ્રામસંસ્કૃતિ અને ઓના અનુરાગને ઉજાગર કરતા લલિત તથા ચિંતનાત્મક નિબંધો વિશેષ ધ્યાનપાત્ર બની રહે છે. સાહિત્ય સર્જન ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઓ તથા સાહિત્ય સંસ્થાઓ સાથે સંકળાઈને પણ વિદ્યાકીય -સાહિત્યકીમ સેવાપદાન કરેલ છે. ગુજરાત સમાચારની “આજમાં ગઈકાલ અને સરદાર ગુર્જરીની 'હૈયાના હસ્તાક્ષર'ની લોકપ્રિય કૉલમથી તેઓ જાણીતા છે.તેમની બહુવિધ ભાષા-સાહિત્ય સેવા પ્રદાનના ઉપલક્ષમાં કુમાર સુવર્ણચંદ્રક, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ (દિલ્હી) દ્વારા "સર્વભાષા સાહિત્ય સન્માન,ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો કલાગુર્જરી મુંબઈનું પારિતોષિકથી તેઓ સન્માનિત થમા છે. આ પરંપરામાં ગિરા ગુર્જરી પારિતોષિકનું ઉમેરણ થામ છે ત્યારે આ ગૌરવપ્રદ ઉપલબ્ધિ માટે ભગીરથ બ્રહ્મભટ્ટને સાહિત્ય જગત હાર્દિક હા .અભિનંદન સહ  શુભેચ્છાઓ પાઠવતા પ્રસન્નતા વ્યક્ત કરે છે.