આણંદ ટુડે | આણંદ,
કોરોના કાળ.. આ કોરોના નો સમય.. વીતેલા દિવસો... આ કોરોના સમય દરમિયાન આણંદના ફોટોગ્રાફર ફ્રાન્સિસ મેકવાન દ્વારા તેમના કેમેરામાં કંડારવામાં આવેલ ૧૧૨ જેટલી ફોટોગ્રાફી નું પ્રદર્શન આગામી તારીખ ૩૦ મી ડિસેમ્બર સોમવાર થી ૦૩ દિવસ એટલે કે ૩૧ મી ડિસેમ્બર અને ૧ લી જાન્યુઆરી સુધી ઇપકોવાલા સંતરામ ફાઈન આર્ટસ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે યોજવામાં આવ્યું છે.
આ ફોટો એક્ઝિબિશનનું ઉદઘાટન જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીના હસ્તે તારીખ ૩૦ મી ડિસેમ્બર સોમવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કરવામાં આવનાર છે. આ ફોટોગ્રાફી પ્રદર્શન ત્રણ દિવસ સુધી સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી નિહાળી શકાશે.
આ ફોટો એક્ઝિબિશન.. એટલે કે યાદે... હમે યાદ આતી હૈ.. તેમના કેમેરા દ્વારા કરવામાં આવેલ ફોટોગ્રાફી પ્રદર્શન નિહાળવા ફોટોગ્રાફર ફ્રાન્સિસ મેકવાન દ્વારા આણંદ જિલ્લાની જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
***