AnandToday
AnandToday
Thursday, 26 Dec 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ જિલ્લાના 07  AS I બનશે PSI 

આણંદ જિલ્લાના ૩૦ એએસઆઈ એ પરીક્ષા આપી જેમાંથી ૦૭ એ.એસ.આઇ પાસ થયા 

આણંદ ટુડે | આણંદ,
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પીએસઆઇની મોડ થ્રી ની પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં ગુજરાત રાજ્યના ૧૩૫૦  એ.એસ.આઇ એ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ૩૪૨ એ.એસ.આઇ. પાસ થયા છે. એટલે કે હવે આ ૩૪૨  એએસઆઈ,  પીએસઆઇ બનશે. આ પરીક્ષામાં માત્ર ૨૫ % જેટલું પરિણામ આવ્યું છે. 
આ પરીક્ષામાં આણંદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩૦ એ.એસ.આઇ. દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જેમાંથી ૦૭ એએસઆઈ પીએસઆઈ ની પરીક્ષા માં ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પાટણવાડીયા રમણભાઈ જેસંગભાઈ, મહેળાવ પોલીસ સ્ટેશનના સોનાનીશ પ્રમોદભાઈ ભગવાનભાઈ, જિલ્લા એલઆઈબીના પંડ્યા અલ્પેશકુમાર બાબુભાઈ, જિલ્લા એલસીબીના પરમાર ઘનશ્યામભાઈ દેહાભાઈ, પેટલાદ પોલીસ સ્ટેશનના પ્રજાપતિ લાલજી નરસિંહભાઈ, જિલ્લા એલસીબીના રાણા યશપાલસિંહ રણવીર સિંહ અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના ગોહિલ પ્રતાપકુમાર વિનોદભાઈ ને પીએસઆઇ ની પરીક્ષામાં ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા છે. 
જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આણંદ જિલ્લાના જે એસઆઈ પીએસઆઇ ની પરીક્ષામાં પાસ જાહેર થયેલા છે તે તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
*****