આણંદ ટુડે | આણંદ,
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.અને મહિલા અને બાળ વિકાસ વિભાગ,આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ વિદ્યાનગર સ્થિત ડી ઝેડ હાઈસ્કૂલ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટીવલ યોજાયો હતો.
જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી આ ફેસ્ટીવલનો શુભારંભ કરવા જણાવ્યું હતું કે, જિલ્લાની મહિલાઓ દ્વારા હસ્તકળાની તથા હુન્નરના લગતી ચીજવસ્તુઓના ૫૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.તા.૧૫ ડિસેમ્બર સુધી ચાલનાર આ ફેસ્ટીવલ અંતર્ગત મહિલાઓને સ્વાવલંબનની દિશામાં આગળ વધે તે માટે જિલ્લાના નાગરિકોને યથાશક્તિ ખરીદી કરવા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટોલની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ વેળાએ મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા જિલ્લા કલેકટરશ્રીને ફેસ્ટીવલમાં ઉભા કરાયેલા સ્ટોલની વિગતોની વિસ્તૃત વિગતોથી અવગત કર્યા હતા.
આ પ્રસંગે મહિલા બાળ કલ્યાણ કચેરીના કર્મીઓ, સ્ટોલ સંચાલક મહિલાઓ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
-૦-૦-૦-