AnandToday
AnandToday
Friday, 06 Dec 2024 18:30 pm
AnandToday

AnandToday

રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધ સ્પર્ધામાં તારાપુર તાલુકાની ખાખસર પ્રાથમિક શાળાના બાળકો ઝળક્યા

રાજયકક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમે શાળાની બે વિધાર્થિનીઓ: રોકડ પુરસ્કારથી કરાયું સન્માન

શાળા પરિવારે પાઠવ્યા અભિનંદન

આણંદ ટુડે | આણંદ,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો.બાબાસાહેબ આંબેડકર ચેર સેન્ટર દ્વારા રાજ્ય કક્ષાની ત્રિસ્તરીય નિબંધ લેખન સ્પર્ધાનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લાની તારાપુર તાલુકાની ખાખસર પ્રા.શાળાની ત્રણ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.જે પૈકી રશ્મિબેન ભરતભાઈ ચૌહાણ પ્રથમ ક્રમે  અને જયશ્રીબેન મનીષ કુમાર મકવાણા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળા અને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૧૦ હજાર અને દ્વિતીય ક્રમે વિજેતાને રૂ.૫ હજારનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો.ભીમરાવ આંબેડકરજીની આત્મકથા વિષયક નિબંધ સ્પર્ધામાં  ધો.૬ થી ૮ ના વિભાગમાં શાળાની ત્રણ વિધાર્થિનીઓએ ભાગ લીધો હતો.જે પૈકી બે વિધાર્થિનીઓ સમગ્ર રાજ્યમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા રહી હતી.

શાળાના આચાર્યશ્રી રાકેશકુમાર સોલંકીએ વેકેશન દરમ્યાન નિબંધની તૈયારી કરાવી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું ઉમદા કામ કર્યું છે.
ખાખસર એસ.એમ.સીના સભ્યો અને શાળા પરિવારે શાળાનું ગૌરવ વધારવા બદલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.
***