હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી મલ્લિકા શેરાવતનો જન્મ 24 ઓક્ટોબર 1976ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેનું સાચું નામ રીમા લાંબા હતું. અભિનેત્રીનો જન્મ હરિયાણાના પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા અને સ્વતંત્રતા સેનાની શેઠ છજ્જુ રામના પરિવારમાં થયો હતો. તેના પિતા ઈચ્છતા હતા કે મલ્લિકા આઈએસ બને. પરંતુ તે ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી. પરિવારના સભ્યોએ મલ્લિકા સાથેના સંબંધો તોડી નાખ્યા અને તે મુંબઈ આવી ગઈ હતી.ફિલ્મોમાં આવતા પહેલા મલ્લિકા એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. તેમણે વર્ષ 2002માં ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિયે’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ ફિલ્મ ‘ખ્વાઈશ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીના કરિયરને 2004માં અનુરાગ બાસુની ફિલ્મ ‘મર્ડર’ થી ઓળખ મળી હતી. મર્ડર ફિલ્મ બાદ મલ્લિકાની ફીમાં જબરદસ્ત વધારો થયો હતો.
*આજે વિશ્વ પોલિયો દિવસ
* પદ્મભૂષણ અને પદ્મવિભૂષણનાં પુરસ્કારથી સન્માનિત કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણ (રાસીપુરમ્ ક્રિષ્નસ્વામી ઐયર લક્ષ્મણ)નો મૈસુર ખાતે જન્મ (1924)
વ્યંગ્ય કે કટાક્ષપૂર્ણ ચિત્રો દોરનાર આર. કે. લક્ષ્મણએ એક મજાનું કાર્ટુન પાત્ર ઉપસાવ્યું, જેને ‘ધ કોમન મેન’ તરીકે ઓળખવામાં આવે છે, જે કોમન મેન લક્ષ્મણની ઓળખ બની ગયો છે
* ગોંડલનાં ભાષાપ્રેમી અને સાહિત્યરસિક સમર્થ શાસક ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાનો સૌરાષ્ટ્રનાં ધોરાજીમાં જન્મ (1865)
ભગવતસિંહે એમનાં જીવનમાં જે મહત્વના કાર્યો કર્યાં. તેમાં સૌથી વિશેષ મહત્વનું અને એમની કીર્તિને ચિરંજીવી બનાવતું કાર્ય તો ‘ભગવદ્ગોમંડળ’ નામનાં કોષનાં સંપાદનનું છે, જેમાં મહારાજે સંશોધનપૂર્વક ધીરજથી અથાગ કામ કરી પોતે લગભગ 20,000 જેટલાં શબ્દો ભેગા કર્યા
તન, મન અને ધનથી તેમણે માતૃભાષાની અનન્ય સેવા કરી અને તેનાં ફળ સ્વરૂપે ‘ભગવદ્ગોમંડલ’નાં નવ ભાગ તૈયાર કર્યા
રાજાની સાથે તેમના વિદ્વાન કારભારી ચંદુલાલ બહેચરલાલ પટેલ પણ જોડાયાં અને તેઓનાં સહિયારા પુરુષાર્થથી કુલ નવ ખંડમાં 2,81,377 શબ્દોનાં સમાવેશ થયો હતો
* પદ્મવિભૂષણથી સન્માનિત ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના ક્રાંતિકારી, ભારતીય રાષ્ટ્રીય સૈન્યનાં અધિકારી અને આઝાદ હિન્દ સરકારમાં મહિલા બાબતોનાં પ્રધાન લક્ષ્મી સહેગલ (કેપ્ટન લક્ષ્મી)નો જન્મ (1914)
* ભારતીય અવકાશ વૈજ્ઞાનિક અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના વડા રહેલ કૃષ્ણસ્વામી કસ્તુરીરંગનનો જન્મ (1940)
* હમીરપુરથી સંસદ સભ્ય અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરનો જન્મ (1974)
* ઉર્દૂ નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને ફિલ્મ નિર્માતા ઈસ્મત ચુગતાઈનું અવસાન (1991)
* મૈસુર, જયપુર અને હૈદરાબાદના રજવાડાના દિવાન રહેલ મિર્ઝા ઇસ્માઇલનો જન્મ (1883)
ભારતીય શાસ્ત્રીય ગાયક કૌશિકી ચક્રવર્તીનો જન્મ (1980)
* છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફરનો જન્મ (1775)
* આસામ સાહિત્ય સભાના પ્રથમ પ્રમુખ પદ્મનાથ ગોહેન બરુઆનો જન્મ (1871)
* સૂક્ષ્મ વસ્તુને હજારો ગણી મોટી કરી દેખાડતું, લેબોરેટરી અને હોસ્પિટલોમાં અતિ ઉપયોગી સાધન માઈક્રોસ્કપના શોધક ‘માઈક્રોબાયોલોજીનાં પિતામહ’ એન્ટોની ફિલિપ્સ વાન લીવેનહોકનો નેધરલેન્ડમાં જન્મ (1632)
* આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલા ભારતીય ફિલ્મ પ્લેબેક ગાયક, સંગીત નિર્દેશક, સંગીતકાર અને શાસ્ત્રીય ગાયક મન્ના ડેનું અવસાન (2013)
* હિન્દી ફિલ્મોનાં પહેલા મહિલા કોમેડિયન ટુનટુન (ઉમાદેવી)નું અવસાન (2003)
* બોલિવૂડ ફિલ્મો અને હિન્દી સોપ ઓપેરામાં તેની સહાયક ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી હિમાની શિવપુરીનો જન્મ (1960)
* ભારતની પ્રથમ (અન્ડર ગ્રાઉન્ડ) મેટ્રો ટ્રેન કોલકાતામાં એસ્પ્લાનાડ અને ભવાનીપુર વચ્ચે શરૂ થઈ (1984)
* કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે પ્રથમ ટેલિગ્રાફ લાઇન શરૂ થઈ (1851)
* વિશ્વની સૌથી જૂની એસોસિએશન ફૂટબોલ ક્લબ શેફિલ્ડ એફ.સી.ની સ્થાપના કરાઈ (1857)
* આંતરરાષ્ટ્રીય સંસ્થા "સંયુક્ત રાષ્ટ્ર" (UNO - (યુનાઈટેડ નેશન્સ ઑર્ગેનાઈઝેશન)ની સ્થાપના થઇ (1945)
આ સંસ્થાનું મુખ્યમથક સંયુકત રાજ્ય અમેરિકાનાં ન્યૂયોર્કમાં છે, સંયુક્ત રાષ્ટ્રો (UN)ની સ્થાપના થઈ, ત્યારે 51 સભ્યરાષ્ટ્રો હતાં જે ઈ.સ.2011 મુજબ તેની સભ્યસંખ્યા 193 સુધી પહોંચી ગઈ છે
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, સભ્યદેશો વચ્ચે મૈત્રીભાવના કેળવવી, આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો, બધાં જ લોકોનાં માનવહકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર સાધવો વગેરે યુ.એન.નાં હેતુઓ છે