AnandToday
AnandToday
Saturday, 19 Oct 2024 18:30 pm
AnandToday

AnandToday

અમૂલ ડેરીને પેરિસ, ફ્રાન્સમાં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ ૨૦૨૪ માં પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો

દૂધાળા પશુ સ્વાસ્થ્ય સારવારમાં હોમિયોપેથિક દવાઓનો ઉપયોગ કરવા બદલ 'સસ્ટેનેબલ ફાર્મિંગ પ્રેક્ટિસીસ - એનિમલ કેર' કેટેગરીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો

આણંદ
અમૂલ ડેરીને પેરિસ, ફ્રાન્સમાં ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ ૨૦૨૪માં દૂધાળા પશુ સ્વાસ્થ્ય સારવારમાં હોમિયોપેથિક દવાઓનો ઉપયોગ કરવા બદલ 'સસ્ટેનેબલ ફાર્મિંગ પ્રેક્ટિસીસ - એનિમલ કેર' કેટેગરીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ મળેલ છે.

અમૂલનો અત્યાધુનિક હોમિયોપેથિક પ્રોડક્શન પ્લાન્ટ હવે નિષ્ણાત પશુ ડોક્ટરની દેખરેખ હેઠળ પશુઓમાં ૨૬ સામાન્ય બિમારીઓની સારવાર માટે તૈયાર કરાયેલ ૨૧ વિભિન્ન ફોર્મ્યુલેશન્સનું ઉત્પાદન કરે છે. શરૂઆતી ટ્રાયલ માં ૫૫,૦૦૦ થી વધુ સફળ સારવારો નોંધવામાં આવી છે અને નોંધપાત્ર ૮૪% સફળતા દર હાંસલ કરેલ છે. આજ સુધી અમૂલ ડેરી દ્વારા કાર્યક્ષેત્રમાં ૨ લાખ થી વધુ હોમીઓપેથિક દવાની બોટલો નો ઉપયોગ કરવામાં આવેલ છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના અન્ય ડેરી સંઘોને પણ હોમીઓપથિક દવા નો જરૂરિયાત મુજબ સપ્લાય કરવામાં આવેલ છે. આ પહેલ પરંપરાગત પદ્ધતિઓ માટે ખર્ચ-અસરકારક અને કાર્યક્ષમ વિકલ્પ પ્રદાન કરે છે. પશુ કલ્યાણ ઉપરાંત, આ પ્રગતિશીલ અભિગમ દૂધના સુરક્ષિત ઉત્પાદનને સુનિશ્ચિત કરીને મનુષ્યોમાં જીવાણુનાશક પ્રતિકારને રોકવામાં મદદ કરે છે.

અમૂલ ડેરીની ટીમ ધ્વારા પશુઓ માટે, ગ્રાહક માટે અને પર્યાવરણ ની સુરક્ષા અંતર્ગત વધુ સારા સ્વાસ્થ્યની ખાતરી કરતી નવીનતાઓ સાથે આગળ વધવાનું ચાલુ રાખેલ છે. આ સિદ્ધિ અમૂલ ડેરી ના એમ.ડી ડૉ. અમિત વ્યાસના દૂરંદેશી નેતૃત્વ, અમૂલ ડેરીના બોર્ડના અવિશ્વસનીય સમર્થન તેમજ પ્રગતિશીલ ખેડૂતો કે જેમણે આ નવીનતા અપનાવી છે તેમનાથી જ શક્ય બનેલ છે, તેથી અમે આ પુરસ્કાર અને સિદ્ધિ તેઓ ને સમર્પિત કરીએ છીએ.