આણંદ
ચરોતર ગેસ સહકારી મંડળી લી., વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે ખેડાના લોકપ્રિય સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણની લોક્સભાના દંડક તરીકે નિમણુંક થવા બદલ સત્કાર સમારંભ યોજાયો હતો. ચરોતર ગેસના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ જે. પટેલે તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું.
શ્રી દેવુસિંહ ચૌહાણની લોક્સભાના દંડક તરીકે નિમણુંક થવા બદલ ચરોતર ગેસના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ જે. પટેલ, જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર શ્રી જયેશભાઈ જે. પટેલ, ડિરેક્ટર શ્રી દિપકભાઈ સી. પટેલ- ડિરેકટર શ્રી રમેશભાઈ એચ.શાહ, ડિરેક્ટર સુરેશભાઈ પી. પટેલ, ડિરેક્ટર શ્રી હસમુખભાઈ એમ. પટેલ, ડિરેક્ટર શ્રીમતિ મિનાક્ષીબેન. આર. પાઠક, ડિરેક્ટર શ્રીમતિ કિર્તીબેન ડી. પટેલ તેમજ ડિરેકટર શ્રી વિનોદ ભાઈ જે. વાસાવા દ્વારા ખેડાના લોક પ્રિય સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણની લોકસભાના દંડક તરીકે નિમણુંક થવા શાલ ઓઢાડી તથા મા અંબેની પ્રતિકૃતિ આપી સન્માનિત કર્યા હતા. શ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ) સાંસદ- આણંદ દ્વારા અતિથી વિશેષ તરીકે હાજર રહી શક્યા ન હતા પણ પોતાનો શુભ સંદેશ પાઠવ્યો હતો.
શ્રી દેવુસિંહ ચૌહાણ પોતાના વકતવ્યમાં દંડક તરીકેની જવાબદારીનું વર્ણન કર્યું હતું. તેઓએ તેમની સફળ કારકિર્દીની વિકાસ ગાથાની રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે તેઓને સંગઠન દ્વારા જે કાંઇ નાની મોટી જવાબદારી આપવામાં આવી તેને ખૂબ નિષ્ઠાથી નિભાવી છે. અને દંડક તરીકેની જવાબદારીમાં પણ તેઓ સફળતા પૂર્વક નિભાવી રહ્યા છે.
આ ખાસ પ્રસંગે અતિથી વિશેષ તરીકે શ્રી રાજેશભાઇ પટેલ- પ્રમુખ, ભાજપ આણંદ હાજર રહ્યા હતા. અને તેઓએ આ પ્રસંગને અનુરૂપ તેઓનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે શ્રી દેવુસિંહ ચૌહાણે મંત્રાલયમાં સફળ કામગીરી બદલ ખૂબ નામના અને ચાહના મેળવી છે. આ પ્રસંગે શ્રી સુનિલભાઈ શાહ-મહામંત્રી ભાજપ, શ્રી જગતભાઇ પટેલ- મહામંત્રી ભાજપ, શ્રી સુનિલભાઈ શાહ-કોષાધ્યક્ષ, શ્રી શ્વેતલભાઈ પટેલ- ભાજપ મંત્રી આણંદ, શ્રી વિજયભાઈ પટેલ (માસ્તર), શ્રી લાલસિંહ વડોદીયા- માજી સાંસદ રાજયસભા, શ્રી જશુભા સોલંકી- પૂર્વ ધારા સભ્ય-આણંદ, શ્રી હરેશભાઈ શાણી, શ્રી ભાવેશભાઈ સુતરીયા ઉપસ્થિત રહયા હતા. તેમજ શ્રીમતિ કોકીલાબેન પટેલ, શ્રીમતિ ભારતીબેન પટેલ, શ્રીમતિ સરોજબેન શાહ- જાગૃત મહિલા મંડળ, વલ્લભ વિદ્યાનગર, શ્રીમતિ સુધાબેન તથા શ્રી ચિરાગભાઈ પટેલ- સેતુ ટ્રસ્ટ, વલ્લભ વિદ્યાનગર, શ્રીમતિ વર્ષાબેન પટેલ- હેપી ચિલ્ડ્રન હોમ, શ્રી મહેદ્રભાઈ પટેલ- પ્રમુખ NAB- વલ્લભ વિદ્યાનગર, શ્રી રાજેન્દ્રસિંહ- આર્ય સમાજ આણંદ, શ્રી વિશ્વદતસિંહ વાઘેલા તથા શ્રી દિપકભાઈ પટેલ હાજર રહયા હતા.કાર્યક્રમના અંતમાં શ્રીમતિ મિનાક્ષીબેન આર. પાઠકે આભાર વિધિ કરી હતી.