AnandToday
AnandToday
Thursday, 17 Oct 2024 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટમાં CSPIT અને મેડીટેબ દ્વારા 24 કલાક હેકાથોનડોઝહેક-24નું આયોજન કરાયું

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે નવા ઉકેલો શોધવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન 

ચાંગા
ચારુસેટ યુનિવર્સિટીમાં તાજેતરમાં ચંદુભાઈ. એસ. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (CSPIT) અને મેડીટેબ સોફટવેર કંપનીના સંયુક્ત ઉપક્રમે 24 કલાકની હેકાથોન ‘ડોઝહેક-24’ સફળતાપૂર્વક યોજાઈ હતી. આ ઈવેન્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નવા વિચારો માટે પ્રોત્સાહિત કરવાનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે નવા ઉકેલો શોધવા માટે પ્રેરિત કરવાનો અને તેમને વાસ્તવિક દુનિયામાં પડકારો સામે ઉકેલ લાવવાનો અમૂલ્ય મોકો આપવાનો હતો. 
ડોઝહૅક-24 હેકાથોનમાં ફર્સ્ટ રાઉન્ડમાં 611 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  જેમાંથી 135 વિદ્યાર્થીઓ (49 ટીમો) એ સફળતાપૂર્વક નેક્સ્ટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.  49 ટીમોએ  24 કલાકમાં વિવિધ સમસ્યાઓ માટે નવીનતમ ઉકેલ શોધવાનો પ્રયત્ન કરી તમામ ઉકેલોને પ્રસ્તુત કર્યા હતા. ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ટેકનોલોજીને આધારિત સમસ્યાઓનો ઉકેલ લાવવામાં  AI, ડિજિટલ ટેકનોલોજી અને ડેટા એનાલિટિક્સ જેવી વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. 
ડોઝહૅક-24 હેકાથોનની પ્રથમ વિજેતા ટીમ ‘મેડીહેકર’ (અપૂર્વ ચુડાસમા-દિવ્યરાજ સિંહ ઝાલા-સંદીપ સ્વીન) ને રૂ. 25000, દ્વિતીય વિજેતા ટીમ ‘ધ આઉટલાયર્સ’ (ધ્રુવીલ જોશી-પ્રાચી દેસાઈ-સ્મિત ગાંધી)ને રૂ. 15000 અને  તૃતીય સંયુક્ત વિજેતા ટીમ ‘AI એવેન્જર્સ’ પ્રિન્સ દોન્ડા-તીર્થ ગોધાણી-પ્રિયાંશુ ગાલાની) અને ‘કુકીસ’ (અર્ક પટેલ-જાનવી પટેલ-નિયતિ પટેલ)ને રૂ. 10000 નું ઇનામ પ્રાપ્ત થયું હતું. 
આ ઇવેન્ટને સફળ બનાવવા માટે CSPIT અને CHARUSATના વિવિધ ફેકલ્ટી અને મેડીટેબના ઉદ્યોગના પ્રોફેશનલ્સે મહત્વનો ફાળો આપ્યો હતો. આ ઈવેન્ટની સફળતા માટે શ્રી અશોકભાઈ પટેલ (આઈટી એડવાઈઝર), પ્રોવોસ્ટ ડૉ. આર.વી. ઉપાધ્યાય, રજિસ્ટ્રાર  ડૉ. અતુલ પટેલ,  ડૉ. વિજય ચૌધરી (ડીન, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ), ડૉ. તૃષિત ઉપાધ્યાય (પ્રિન્સિપાલ CSPIT), ડૉ. બંકિમ પટેલ (પ્રિન્સિપાલ DEPSTAR), ડૉ. પાર્થ શાહ (વડા, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ), ડૉ. અમિત ઠક્કર (વડા, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ), ડૉ. નિરવ ભટ્ટ (વડા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ વિભાગ) અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વડા ડૉ. નિકિતા ભટ્ટનો સહકાર પ્રાપ્ત થયો હતો.