AnandToday
AnandToday
Thursday, 17 Oct 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદમાં એચ. એમ. પટેલ માર્ગ એસોસિએશન દ્વારા   શરદપૂર્ણિમાની ઉજવણી: ગરબા અને દૂધ પૌવાનું આયોજન

આરતીમાં વિવિધ અગ્રણીઓ જોડાયા

એસોસિએશનના સભ્યો દ્વારા આ વિસ્તારમાં ૧૫૧ વૃક્ષોનું રોપણ

એસોસિએશનના સભ્યો દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે

આણંદ
આણંદમાં એચ. એમ. પટેલ માર્ગ એસોસિએશન દ્વારા શરદ પૂનમ નિમિત્તે  શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ગરબા અને દૂધ પૌવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એસોસિએશનના સભ્યોના પરિવારજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.

એચ. એમ. પટેલ માર્ગ એસોસિએશનના અગ્રણીઓ સર્વશ્રીહેમંત ઠાકર, નરેન્દ્રભાઈ પટેલ,રાજેશ મહેતા, વિરલભાઈ પટેલ ,રવિભાઈ દવે,પરેશ પટેલ, પિનાકીન મિસ્ત્રી,ઘનશ્યામ સોની,રાજુભાઈ,અતુલ ભાઈ,વિપુલભાઈ ગણાત્રા,હસમુખભાઈ ઠક્કર સહિત યુવાનો દ્વારા આ ઉજવણીનું બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે યોજાયેલ માતાજીની આરતીમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ,અગ્રણી શ્રી હરેશભાઈ શાની,ધ્વનિ શર્મા, સુનિલભાઈ શાહ,જગત પટેલ,નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, નગરસેવકો સહિત એસોસિએશનના સભ્યો જોડાયા હતા.

એસોસિએશનના સભ્ય શ્રી હેમંત ઠાકરે જણાવ્યું કે એસોસિએશનનો મુખ્ય હેતુ આ વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા સાથે વિસ્તારની નાની મોટી સમસ્યાઓના ઉકેલ માટે નાગરિકોને સંગઠિત કરવાનો છે. એસોસિએશનના સભ્યો દ્વારા સમયાંતરે બેઠકો કરી આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સમૂહ ચિંતન કરવામાં આવે છે.એક વર્ષ અગાઉ આ એસોસિએશનની રચના કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આણંદમાં એચ. એમ. પટેલ માર્ગ એસોસિએશનના સભ્યો દ્વારા ગત વર્ષે રામનવમીએ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.એટલુ જ નહિ વડાપ્રધાન શ્રી 
નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાન હેઠળ આ વિસ્તારમાં ૧૫૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.
એસોસિએશનના સભ્યો દ્વારા નગરપાલિકાના સહયોગથી આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા ખાઉધરી ગલીની પાછળના ભાગે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.સભ્યો દ્વારા આ વર્ષે એચ. એમ. પટેલ સ્ટેચ્યુ પાસે તા.૧૫ ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિને ધ્વજ વંદન કાર્યક્રમ પણ યોજાયો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં એસોસિએશનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.