આણંદ ટુડે | નડિયાદ
ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે .રાજ્યના સુરત, વડોદરા, કચ્છ અને ત્યાર બાદ ખેડા જિલ્લામાં વધુ એકવાર માસુમ બાળકીઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે .
ખેડા જિલ્લાના માતર તાલુકાના વસો પંથકમાં એક આધેડ વયના પડોશીએ એક બે નહીં પરંતુ 4 જેટલી માસુમ બાળકીઓ પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું સામે આવ્યુ છે . ચોકાવનારી બાબતએ છે કે 54 વર્ષના નરાધમ હેવાન પાડોશી દ્વારા 8 થી 11 વર્ષની ચાર બાળાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહી બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વીડિયો પણ નરાધમે ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.
વધુમાં ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ઘડિયાએ જણાવ્યું હતું કે ચંદ્રકાંત પટેલ નામના 54 વર્ષના શખ્સે પડોશમાં જ રહેતી ચાર માસુમ બાળાઓને એક વર્ષમાં અલગ અલગ સમયે ચોકલેટ -બિસ્કીટ ની લાલચ આપીને દુષ્કર્મમાં આચર્યું હતું .જોકે આ બાળકીઓની માતાને આ બાબતની શંકા જતા તેણીએ પોતાની એક દીકરીને આ અંગે પૂછપરછ કરતા ઉકત ચોકાવનારી વિગત પ્રકાશમાં આવી હતી.બાદમાં અન્ય ત્રણ બાળકી ઓની પૂછપરછ કરતા ચંદ્રકાંત પટેલે એક બે નહીં પરંતુ ચાર બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વિગત સપાટી પર આવી હતી. આથી બાળકીઓની માતાએ આ અંગે તુરંત જ વસો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી .
આ ઘટનાને લઇને વસો પોલીસ મથકે આરોપીની ધરપકડ કરીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુમાં આરોપી ચંદ્રકાંત પટેલ વિકૃત માનસિકતા ધરાવતો હોવાની વિગત પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ઉજાગર થઈ છે .સૂત્રોના જણાવ્યા મુજબ નરાધમ ચંદ્રકાંત પટેલે બાળકીઓ સાથે દુષ્કર્મનો વિડીયો પણ ઉતાર્યો હતો . પોલીસ દ્વારા આરોપીનો મોબાઇલ પણ કબ્જે લેવામાં આવ્યો છે.હાલ પોલીસે આરોપી ચંદ્રકાંત પટેલની ઝીણવટભરી તલસ્પર્શી તપાસ હાથ છે .