AnandToday
AnandToday
Sunday, 22 Sep 2024 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટમાં ગુજરાતનું પ્રથમએપ્લાઇડ બ્લોકચેઇન સેન્ટરસ્થપાશે

ચારૂસેટ યુનિવર્સિટી અને ઇન્ફોર્મેશન ડેટા સિસ્ટમ્સ વચ્ચે ‘એપ્લાઇડ બ્લોકચેઇન સેન્ટર’ સ્થાપવા એમ.ઓ.યુ

ચાંગા
વિશ્વવિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટીમાં ગુજરાતનું પ્રથમ ‘એપ્લાઇડ બ્લોકચેઇન સેન્ટર’ સ્થાપવામાં આવશે. ચારૂસેટ યુનિવર્સિટીએ ઇન્ફોર્મેશન ડેટા સિસ્ટમ્સ (IDS) સાથે મળીને ગુજરાતનું પ્રથમ એપ્લાઇડ બ્લોકચેઇન સેન્ટર (ABC) સ્થાપવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં ચારૂસેટમાં આયોજિત એમઓયુ હસ્તાક્ષર  સમારોહ દરમિયાન ચારૂસેટના રજિસ્ટ્રાર ડૉ. અતુલ પટેલ અને IDSના હેડ ઓફ ઇન્ડિયા ઓપરેશન્સ હિતેન્દ્ર સોલંકી દ્વારા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 
ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય, ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના ડીન ડૉ. વિજય ચૌધરી, ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (CSPIT)ના પ્રિન્સિપાલ ડૉ. તૃષિત ઉપાધ્યાય અને CSPITના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના વડા ડૉ. અમિત ઠક્કરની ઉપસ્થિતિમાં  એમઓયુ હસ્તાક્ષર સમારોહ યોજાયો હતો.  
આ સમારોહનું સંચાલન CSPIT ના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના  આસીસ્ટન્ટ પ્રોફેસર વિદિષા પ્રધાન અને યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રી ઇન્ટરએક્શન સેલ (UIIC), ચારૂસેટના આસીસ્ટન્ટ પ્રોફેસર  માધવ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. 
આ વ્યુહાત્મક ભાગીદારી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને સતત ઝડપી ગતિએ વિકસતી જતી બ્લોકચેઇન ટેક્નોલોજીના ક્ષેત્રમાં સંશોધન અને નવીનતા માટે સશક્ત બનાવશે. એપ્લાઇડ બ્લોકચેઇન સેન્ટર (ABC) વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન પ્રેક્ટિકલ ટ્રેઈનીંગ, વૈશ્વિક માન્યતા અને વૈવિધ્યસભર બ્લોકચેઇન કોમ્યુનિટીમાં સહકાર સાધવાના અવસર પ્રદાન કરશે. 
ઉલ્લેખનીય છે કે આ સહયોગ ચારૂસેટને બ્લોકચેઇન ઇનોવેશનના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે, જે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને આ પરિવર્તનકારી ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાના નવા દ્વાર ખોલશે.