AnandToday
AnandToday
Tuesday, 20 Aug 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 21 ઓગસ્ટ : 21 AUGUST 
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર

બોલિવૂડ ફિલ્મોમાં અભિનેત્રી અને ભૂતપૂર્વ મોડલ ભૂમિકા ચાવલાનો આજે જન્મદિવસ

બોલિવૂડ ફિલ્મોમાં અભિનેત્રી અને ભૂતપૂર્વ મોડલ ભૂમિકા ચાવલાનો નવી દિલ્હી ખાતે જન્મ (1978)

બ્લેકહોલના શોધક વિશ્વપ્રસિદ્ધ ખગોળવિદ્દ ડૉ.સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરની આજે પુણ્યતિથિ
બ્લેકહોલ અંગેની શોધ કરનાર વિશ્વપ્રસિદ્ધ ખગોળવિદ્દ (પાકિસ્તાનમાં જન્મેલ મૂળ ભારતીય વિજ્ઞાની) ડૉ.સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરનું શિકાગોમાં અવસાન (1995)
પદ્મવિભૂષણ’થી સન્માનિત ડૉ.સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરને બ્લેકહોલ અંગેની શોધ બદલ વિલિયમ એ. ફોલરની ભાગીદારીમાં 1983માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું
બ્રહ્માંડનાં કેટલાક તારા પોતાનાં જ ગુરૂત્વાકર્ષણને કારણે સુપરનોવામાં રૂપાંતર પામી ફાટી પડે છે અને બ્લેકહોલ સર્જાય છે. આ તારાઓ સૂર્ય કરતાં 1.4 ગણા કદનાં થાય ત્યાં સુધી વ્હાઈટ ડ્વાર્ફ તરીકે સ્થિર થાય છે. તેનું કદ આ મર્યાદા કરતાં વધે તો જ તે સુપરનોવા બને. આ મર્યાદાને ‘ચંદ્રશેખર લિમિટ’ કહે છે. તેમની આ શોધને કારણે બ્લેકહોલ અંગેની શોધ વધુ ચોકસાઈપૂર્વકની બની હતી

* મહાત્મા ગાંધીજી દ્વારા ‘સવાઈ ગુજરાતી’નું બિરુદ મેળવનાર અને ગાંધીજીનાં અંતેવાસી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું દિલ્હીમાં અવસાન (1981)
મહારાષ્ટ્રનાં સતારામાં જન્મેલ નિબંધકાર, પ્રવાસલેખક કાકાસાહેબ એ ગુજરાતી જોડણીકોશનું કામ સંભાળેલું અને 1928માં ગુજરાત વિદ્યાપીઠનાં કુલનાયક બન્યાં હતા 
તેઓને પદ્મવિભૂષણ અને સાહિત્ય અકાદમી, દિલ્હીનાં પારિતોષિકથી સન્માનિત કરાયા હતાં

* ભારતીય ક્રિકેટર વિનુ માંકડ (મુળવંતરાય હિંમતલાલ માંકડ)નું મુંબઈમાં અવસાન (1978)
જેમણે 1956માં પંકજ રોય સાથે 413 રનની તેમની વર્લ્ડ રેકોર્ડ-સેટિંગ ઓપનિંગ ભાગીદારી કરી હતી

* ભારતરત્નથી સન્માનિત શહનાઈ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનનું વારાણસી ખાતે અવસાન (2006)

* રાજ્યસભા (1993-2020) અને લોકસભા (1977-89) સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અહમદ પટેલનો ભરૂચ ખાતે જન્મ (1949)

* પ્રભાવશાળી ઉર્દૂ નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખિકા, મહિલા શૈક્ષણવિદ અને પત્રકાર કુર્રાત ઉલ હૈદરનું નોઇડા ખાતે અવસાન (2007)

* ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળનાં ભૂતપૂર્વ રાજ્યપાલ અને એક સ્વાતંત્ર્ય સેનાની બી. સત્ય નારાયણ રેડ્ડીનો તેલંગાણા રાજ્યમાં જન્મ (1927)

* 100 મીટર, 200 મીટર અને પોતાની ટીમનાં સાથીઓ સાથે 4x100 મીટર રીલે દોડમાં વિશ્વ વિક્રમ સર્જનાર એથ્લીટ યુસૈન લીયો બોલ્ટનો જમૈકામાં જન્મ (1986)
તેઓએ ત્રણવાર ઓલિમ્પિક્સ સુવર્ણચંદ્રક વિજેતા છે અને આ જ ત્રણેય દોડ માટે તેમણે ઓલિમ્પિક્સ વિક્રમ પણ નોંધાવ્યો છે

* દક્ષિણ ભારતની ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને નિર્માતા રાધિકા સરથકુમારનો જન્મ (1963)

* હિન્દી ટેલિવિઝન હોસ્ટ, અભિનેતા અને મોડલ મિની માથુરનો દિલ્હી ખાતે જન્મ (1975)

* બોલિવૂડ ફિલ્મોમાં અભિનેતા અને મોડલ સચિન નાયકનો જન્મ (1977)

* ઝી ટીવીની રિયાલિટી શ્રેણી, સા રે ગા મા પા ચેલેન્જ 2009ની વિજેતા ગાયિકા વૈશાલી મ્હાડેનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1984)

* બોલિવૂડ ફિલ્મોમાં પ્લેબેક ગાયક અને સંગીતકાર હર્ષિત સક્સેનાનો લખનૌ ખાતે જન્મ (1985)

* હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી, મોડલ અને નૃત્યાંગના સના ખાનનો મુંબઈમાં જન્મ (1987)
* કોમર્શિયલ જાહેરાત તેમજ ફિલ્મોમાં મોડલ, ઇવેન્ટ એન્કર અને કલાકાર નિશિગંધા કુંટેનો જન્મ (1994)

>>>> Overthinking એટલે બહુ વિચારો કરવા તે નહીં, પણ એકનો એક વિચાર વારંવાર કરવો તે. આત્મવિશ્વાસનો અભાવ હોય અને નકારાત્મક માનસિકતા હોય ત્યારે કોઈ એક્શન કે નિર્ણય પર આવ્યા વગર, ભૂતકાળની કે ભવિષ્યને લઈને એકની એક વાતની ચિંતા કરતા રહીએ, તેને overthinking કહેવાય. જે સ્ટ્રેસ અને ડિપ્રેશન તરફ લઈ જાય છે. રૂટિન બાબતોમાં overthinking શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

સંકલન : વિજય એમ. ઠક્કર