AnandToday
AnandToday
Monday, 19 Aug 2024 18:30 pm
AnandToday

AnandToday

આણંદ RTO ની  સફળ કામગીરી, જુલાઈ માસ દરમિયાન ૪૯૫ જેટલા કેસ કરવામાં આવ્યા

ખાનગી સ્કૂલવાન વાહનો સામે ડ્રાઇવ યોજી ૧૭ વાહનો ડીટેઇન કરાયા

૧૭ સ્કૂલ વાહનનોના રજીસ્ટ્રેશન ૧૦ દિવસ માટે સસ્પેન્ડ કરાયા

જુલાઈ માસ દરમિયાન રૂપિયા ૧.૬૯ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં આવ્યો

આણંદ ટુડે | આણંદ,
વાહનચાલકોએ નિયમ અનુસાર વાહન પાર્ક કરવું, વાહનનો વીમો ઉતરાવો, પિયુસી કરાવવું, ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું, ફોરવ્હીલર ગાડી ચલાવતા સમયે સીટબેલ્ટ બાંધવો જેવા નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. ટ્રાફિકના નિયમોનું પાલન ના કરતાં વાહન ચાલકો સામે વાહન વ્યવહારની કચેરી તેમજ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. 

આણંદ જિલ્લામાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા જુલાઈ માસ દરમિયાન ખાસ ડ્રાઇવ યોજીને ૪૯૫ જેટલા ઇસમો સામે કેસ નોંધવામાં આવ્યા છે, અને તેમની પાસે થી  રૂપિયા ૧.૬૯ લાખ કરતા વધુ દંડ વસુલ કરવામાં આવ્યો છે. 

આ ઉપરાંત સ્કૂલના બાળકોને લાવવા લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવતા ખાનગી સ્કૂલ વાન વાહનો સામે પણ ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં ૧૭ જેટલા વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા અને તમામ ૧૭ વાહનોના રજીસ્ટ્રેશન ૧૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી એન.વી. પરમારના જણાવ્યા મુજબ આરટીઓ કચેરી ખાતે નવા વાહનોની નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરવામાં આવતી નથી, પરંતુ નવા વાહનોના રજીસ્ટ્રેશનની કામગીરી જે તે ડીલર દ્વારા જ કરવામાં આવે છે. 

આરટીઓ કચેરી ખાતે અનઅધિકૃત ઈસોમોને પ્રવેશવા પર પ્રતિબંધ છે તેમ પણ તેમણે જણાવ્યું છે.
*