AnandToday
AnandToday
Monday, 12 Aug 2024 18:30 pm
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

ગુજરાતમાં એક સાથે 134 ગુલ્લીબાજ શિક્ષકોને કરાયા સસ્પેન્ડ

રાજ્યભરમાં છેલ્લા કેટલાય દિવસોથી શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઈ સમાચાર સામે આવી રહ્યા હતા. જેમાં અનેક શિક્ષકોને DEOએ નોટિસ પર આપી હતી. જોકે હવે આ બધાની વચ્ચે શિક્ષણ વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. વિગતો મુજબ શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે રાજ્યના 134 ગેર હાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓને ગિફ્ટ આપી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓને ગિફ્ટ  આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય કર્યો છે અને રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી LTC /વતન પ્રવાસનો લાભ ૬૦૦૦ કિ.મી.ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન Train દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે.

રાજસ્થાનમાં ચાલતી ટ્રેનના બે કટકા થઈ ગયાં

રાજસ્થાનના ભરતપુર અને સેવાર રેલવે સ્ટેશન વચ્ચે મોટી દુર્ઘટના ટળી હતી, જ્યાં નંદા દેવી એક્સપ્રેસ ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. જો કે સદનસીબે ટ્રેનની સ્પીડ ધીમી હતી જેના કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા ન હતા. વરિષ્ઠ ડીસીએમ રોહિત માલવિયાએ જણાવ્યું કે આ ઘટના સોમવારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતને કારણે ટ્રેન લગભગ એક કલાક સુધી પાટા પર ઉભી રહી હતી.A3 અને A4 વચ્ચે કોચનું કપલિંગ તૂટી ગયું, જેના કારણે કોચ એન્જિનથી અલગ થઈ ગયો. ટ્રેનમાં કુલ 16 કોચ હતા, જે અલગ થયા બાદ 6 એન્જિન સાથે દૂર થઈ ગયા હતા અને બાકીના 10 કોચ પાછળ રહી ગયા હતા. ટ્રેનમાં સવાર મુસાફરોએ જણાવ્યું હતું કે ટ્રેન પહેલાથી જ ભરતપુરથી લગભગ 20 મિનિટ મોડી નીકળી હતી.ટ્રેન નીકળી કે તરત જ તે બે ભાગમાં વહેંચાઈ ગઈ. ટ્રેનના બે ભાગમાં અલગ થતાં જ તેનું પ્રેશર લીક થઈ ગયું. જેના કારણે ટ્રેન લાંબા સમય સુધી ઉભી રહી હતી.

 મહિલા કોન્સ્ટેબલના પતિની હેવાનિયત, પાંચ લોકોની કરી હત્યા અને પછી...

ભાગલપુર પોલીસ લાઈન્સમાં શંકાસ્પદ સંજોગોમાં 5 લોકોના મોતના મામલામાં સનસનાટી મચી ગઈ છે. પોલીસ લાઇનના ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલ અને તેના પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં મહિલા કોન્સ્ટેબલના પતિએ હત્યાની કબૂલાત કરી છે. ચર્ચા છે કે કોન્સ્ટેબલની પત્ની, બે બાળકો અને તેની માતાની હત્યા કર્યા બાદ યુવકે જાતે જ ફાંસી લગાવી લીધી હતી. 

સુરતમાં વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો

સુરત જીલ્લામાં વધુ એક રત્નકલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. કામરેજનાં કઠોદરા ગામે 30 વર્ષનાં રોહિત જાગણી નામનાં યુવકે આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર યુવક હીરા ઘસવાનું કામ કરતો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

દેશના 22 રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

સુરતના કંથારિયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રૂદ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરાયું

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં આવેલા શ્રી કંથેરીયા હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સવા લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. જે શ્રાવણ માસ નિમિત્તે આખા મહિનો ભાવિક ભક્તોને દર્શન માટે મૂકવામાં આવેલું છે. શ્રાવણ મહિનો પૂર્ણ થતા ભક્તોને પ્રસાદી રૂપે રુદ્રાક્ષ આપવામાં આવશે.

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ 21 દિવસના પેરોલ, જેલમાંથી બહાર આવ્યા

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ મંગળવારના રોજ 21 દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બળાત્કારનો દોષી ગુરમીત રામ રહીમ સિંહ હરિયાણાના રોહતક જિલ્લાની સુનારિયા જેલમાં બંધ હતો.રામ રહીમ આજે સવારે 6:30 વાગ્યે જેલમાંથી મુક્ત થયો હતો. આશ્રમમાંથી તેને લેવા માટે બે વાહનો આવ્યા હતા.

કોલકાતાના ચકચારી લેડી ડોક્ટરના રેપ અને મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ

કોલકાતાના ચકચારી લેડી ડોક્ટરના રેપ અને મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. કોલકાતા હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ ઘટનાને અત્યંત જધન્ય ગણાવી છે.

અમદાવાદના શેલામાં બિસ્માર રસ્તા, ભુવારાજ થી પ્રજા પરેશાન,તંત્ર ઘોર નિંદ્રામાં

અમદાવાદના નવા વિકસિત વિસ્તાર કહેવાતા શેલા વિસ્તારના રહીશો ચોમાસાની શરૂઆતથી જ બિસ્માર રસ્તા, મસમોટા ભુવા, ખાડા ખરબચડાવાળા રોડ અને ટ્રાફિકની સમસ્યાથી ભારે પરેશાન છે. કરોડો રૂપિયાના એપાર્ટમેન્ટ, બંગ્લાઓમાં રહેતા રહીશોની મુશ્કેલીઓનો હાલ કોઈ અંત જણાતો નથી. તંત્રમાં ઉચ્ચ સ્તરે અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમજ ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર પછી પણ આ વિસ્તારના લોકોની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી.