અમદાવાદ AMCના ઇતિહાસનો સૌથી મોટો પ્રોજેક્ટ ખારીકટ કેનાલ ફરી વિવાદમાં સપડાયો છે. કોંગ્રેસ દ્વારા ખારીકટ કેનાલના કામમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલ 240 કરોડના ઐતિહાસિક ભ્રષ્ટાચાર મુદ્દે બેનર લગાવી વિરોધ નોધાવ્યો હતો.કોંગ્રેસ નેતા કપિલ દેસાઇ જણાવ્યું હતું કે, અમદાવાદ પૂર્વ ની સૌથી મોટી સમસ્યા ખારીકટ કેનાલ મુદ્દે અમે સતત 7 વર્ષ સુધી લડત ચલાવી હતી.ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં પ્રિકાસ્ટ RCC બોક્ષ બનાવવાની જગ્યાએ માત્ર RCCની ડાયફ્રેમ વોલ બનાવી અંદાજે 240 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.
સુરત શહેરમાં રોગચાળાએ માઝા મૂકી હોય તેમ લોકોના મોત થઈ રહ્યાં છે,તાવના કારણે વધુ 3 વ્યકિતના મોત થયા છે.સુરત સિવિલમાં મેલેરિયાા 105 દર્દીઓ અને તાવાના 900 દર્દીઓએ સારવાર લીધી છે અને હજી પણ લોકો સારવાર લઈ રહ્યાં છે,વરસાદ બાદ શહેરમાં રોગચાળો વધ્યો છે.સુરત સિવિલની સ્મીમેરની ઓપીડીમાં સવારથી દર્દીઓની લાઈન લાગી છે.
બનાસકાંઠામાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે શિક્ષકો 1 વર્ષથી વધુ સમયથી સતત બિન અધિકૃત રીતે ગેરહાજર હોય એવા શિક્ષકો સામે કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવેલ છે. હાલ જે શિક્ષકોનો બિનઅધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે તેમ તેમ સરકારના નાણા વિભાગના નોટિફિકેશન અન્વેય તે શિક્ષકોને નોટિસ આપી એમના ખુલાસા મેળવી તે શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે. જ્યારે 6 શિક્ષકોને ત્રીજી નોટિસ આપી છે. ત્રીજી નોટિસના અંતે તેમના જવાબને આધારે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. તેમ બનાસકાંઠાના ડીઈઓએ આ વિશે માહિતી આપતા કહ્યું હતું .
દેશની આઝાદીની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના ચાર મોટા શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી 13 ઓગસ્ટના રોજ અમદાવાદમાં નીકળનારી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાવાના છે. જેને લઈને અમદાવાદ ભાજપમાં બેઠકો પણ શરૂ થઈ ગઈ છે.આગામી મંગળવારે શહેરના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી સાંજે 4 વાગ્યાની આસપાસા આ તિરંગા યાત્રા શરૂ થશે, જે 3 કિ.મીનું અંતર કાપીને નિકોલ સ્થિત ખોડિયાર મંદિર સુધી જશે.
રોહિંગ્યાઓને લઈને મ્યાનમારથી ફરી એકવાર એક દર્દનાક સમાચાર સામે આવ્યાં છે. દેશ છોડીને બાંગ્લાદેશ ભાગી રહેલા રોહિંગ્યાઓ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 200થી વધુ લોકોનાં મોત થયા છે. જેમાં મહિલાઓ, બાળકોનો પણ સમાવેશ થાય છે. લોકો તેમના પ્રિયજનોની શોધમાં મૃતદેહોના ઢગલા ફેરવતા જોવા મળ્યાં હતા.
ભરૂચના દહેજ જોલવા જીઆઈડીસીની ફેક્ટરીમાંથી ATSએ ઝડપેલા 31 કરોડના લિક્વિડ ટ્રામાડોલ પ્રકરણમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આ રેકેટના ફરાર મુખ્ય સૂત્રધાર કેવલ ગોંડલીયા અને તેના સાગરિત હર્ષિત પટેલે ફેબ્રુઆરી,2024થી જુન સુધીના પાંચ માસના ગાળામાં ટ્રામાડોલ ટેબ્લેટના ત્રણ કન્ટેનર આફ્રિકી દેશમાં પહોંચાડયા છે.68કરોડની 40 લાખ ટેબ્લેટ આફ્રિકી દેશોમાં પહોંચ્યાના ઘટસ્ફોટથી એટીએસના અધિકારીઓ પણ ચોંક્યા હતા.
ગુજરાતમાં હાલ બદલીનો દોર ચાલી રહ્યો છે. 10 ઓગસ્ટે ભારત સરકારના મંત્રાલયમાં વધુ એક ગુજરાત સરકારના 2014 ની બેચના IAS બી વી જગદીશ ની કેન્દ્રીય મંત્રી કાર્યાલયમાં નિમણૂક કરવામાં આવી હતી ત્યારે રાજ્યમાં 36 તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.
મફતનો પગાર ચરી જતા હોય અને શિક્ષક શબ્દ પર લાંછન લગવતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સરકારી નોકરીને મજાક બનાવનારા વધુ 10 શિક્ષકોનો પર્દાફાશ થયો છે.મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો ચાલુ નોકરીએ ગેરહાજર રહે છે. અત્રે જણાવીએ કે, જોટાણા, બેચરાજી, સતલાસણા, વિજાપુર, અને કડીના પંથોડા, વડનગરના રાજપુર, શોભાસણના શિક્ષકો ગેરહાજર રહેતાનો ઘટસ્ફોટ થયો છે. અંચબિત થાય તેવી વાત એ છે કે, આ છૂમંતર 10 શિક્ષકોમાંથી 4થી 5 શિક્ષક વિદેશ પ્રવાસે છે એટલુ જ નહીં કેટલાક તો વિદેશમાં વસી ગયાની પણ ચર્ચા છે.
ભારતના સ્વતંત્રતા-દિવસના અઠવાડિયા પહેલાં આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારોની ટોચ ઉહુરુ પર મિનિસ્ટરી ઑફ ડિફેન્સના નેજા હેઠળ હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની દિવ્યાંગજન એક્સપિડિશન ટીમે ૭૮૦૦ ચોરસ ફુટનો વિશાળ તિરંગો લહેરાવ્યો હતો.કૅપ્ટન જયકિશનની આગેવાની હેઠળની ટીમમાં ઉદય કુમાર અને બીજા સાથીઓ હતા. તેમણે કાંચનજંગા નૅશનલ પાર્ક ટુ માઉન્ટ કિલિમાન્જારો મિશન હાથ ધર્યું હતું.
સાયબર ફ્રોડ માટે લોકોના બેંકોની કીટ દુબઇ મોકલવાના રેકટનો પર્દાફાશ થયો છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. તેમાં અજય ભગત અને મયંક સોરઠીયા બેંક ખાતા ભાડે આપતા હતા. ભારતના સીમકાર્ડનો ઉપયોગ કરી ડિજિટલ એરેસ્ટ, ઓનલાઇન હનીટ્રેપ, રેટિંગ ટાસ્ક,સેક્સોટ્રેશન જેવા ગુનાને દુબઇથી બેસી અંજામ આપતા હતા. શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવાના ચક્કરમાં પડતા ખોટી સંગત બરબાદી જ લાવે છે. જે ગુનાને અંજામ આપવામાં આવતો હતો. એ પૂર્વ આયોજિત ગુનો હતો.