મચ્છુ નદી પર આવેલો મચ્છુ-2 ડેમ તૂટતાં મોરબી અને આસપાસનાં ગામોમાં ભારે જાનહાનિ થઇ (1979)
આ હોનારતમાં લગભગ 6158 મકાન, 1800 ઝુપડા સાવ નાશ પામ્યા તો 3900 જેટલા મકાનને નુકસાન થયું, 1439 માનવ અને 12,849 પશુઓના જીવ ગયા હોવાનો અંદાજ છે
* દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત હિન્દી સિનેમા, મરાઠી અને ગુજરાતી ફિલ્મમાં અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા પૈડી જયરાજનું મુંબઈમાં અવસાન (2000)
*
* ભારતીય ક્રિકેટર (2 ટેસ્ટ મેચ રમનાર) રામનાથ પારકરનું અવસાન (1999)
તેઓ મુંબઈ ટીમમાં લાંબા સમય સુધી સુનિલ ગાવસ્કર સાથે ઓપનિંગ બેટ્સમેન હતા
* ગુજરાત કેડરના IAS અધિકારી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં પ્રિન્સિપાલ સેક્રેટરી રહેલ પ્રમોદ કુમાર મિશ્રાનો ઓડિશા રાજ્યમાં જન્મ (1948)
*
* ભારતીય રિઝર્વ બેન્કના ચેરમેન (2008-13) અને IAS અધિકારી દુવુરી સુબ્બારાવનો આંધ્રપ્રદેશ રાજ્યમાં જન્મ (1949)
*
* ભારતીય મૂળના ઈન્ડોનેશિયાના અબજોપતિ ઉદ્યોગપતિ શ્રી પ્રકાશ લોહિયાનો કોલકાતા ખાતે જન્મ (1952)
*
* ક્રાંતિકારી ચળવળનાં યોદ્ધા ખુદીરામ બોઝનું અવસાન (1908)
માત્ર 18 વર્ષની ઉંમરે હસતાં હસતાં ફાંસીને માંચડે ચડી શહાદત વહોરી
* અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતીય વ્યાવસાયિક શૂટર ભગીરથ સમાઈનો અસાનસોલ ખાતે જન્મ (1957)
*
* બોલિવૂડ ફિલ્મોમાં અભિનેતા, નિર્માતા અને ઉદ્યોગસાહસિક સુનીલ શેટ્ટીનો મેંગ્લોર પંથકમાં જન્મ (1961)
*
* દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનેતા અને નિર્માતા
*
* સૌંદરરાજાનો જન્મ (1983)
* ભારતીય મહિલા ક્રિકેટર (5 વનડે અને 2 ટી -20 રમનાર) નેહા તંવરનો દિલ્હી ખાતે જન્મ (1986)
*
* સ્થાનિક ક્રિકેટમાં સેન્ટ્રલ ઝોન માટે રમતા ભારતીય ક્રિકેટર હરપ્રીત સિંહ ભાટિયાનો છત્તીસગઢ રાજ્યમાં જન્મ (1991)
*
* કેમેસ્ટ્રીનું નોબેલ ઇનામથી સન્માનિત બ્રિટિશ વિજ્ઞાની એરોન કલગનો જન્મ (1926)
*
* ‘ધ જંગલ બુક’નાં બલ્લું અને ‘રૉબિન હુડ’નાં લિટ્લ જૉનનો અવાજ આપનારા અમેરિકન ગાયક, અભિનેતા અને હાસ્ય કલાકાર ફિલ હૈરિસનું અવસાન (1995)
*
* 'જિમનાસ્ટિક્સનાં પિતા’ તરીકે ઓળખાતા જર્મન શિક્ષક ફ્રેડરિક લુડવિગનો જન્મ (1778)
*
* દાદરા નગર હવેલીનું ભારત સાથે જોડાણ થયું અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો (1961)
ગોવાની જેમ આ પ્રદેશ પણ ઘણા લાંબા સમય સુધી પોર્ટુગલનાં કબજામાં રહ્યો હતો, નગર હવેલી મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે વસેલું છે, જ્યારે દાદરા ગુજરાતનો આંતરિક વિસ્તાર છે
આ કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની સેલવાસ છે, જ્યાં 1779 સુધી મરાઠાઓનું સામ્રાજ્ય હતું અને તે પછી 1954 સુધી પોર્ટુગલનું સામ્રાજ્ય હતું
>>>> જેનો ઉપયોગ ન થાય, તેનો દુરુપયોગ થાય.
વપરાયા વગરના પૈસાનું મૂલ્ય ઘટી જાય. વપરાયા વગરની પ્રતિભા સડી થઈ જાય. વપરાયા વગરની ક્ષમતા નબળી પડી જાય. વપરાયા વગરની મશીનરીને કાટ ચઢી જાય. વપરાયા વગરનો સમય ખતમ થઈ જાય. વપરાયા વગરનું જ્ઞાન બોજ બની જાય. જીવનની ટ્રેજેડી અકાળ મૃત્યુમાં નથી, પરંતુ જીવતે જીવ આપણી શક્તિઓના ખતમ થઈ જવામાં છે.
તેને વાપરીએ નહીં તો ગુમાવી દેવી પડે.
સંકલન : વિજય એમ. ઠક્કર