બાંગ્લાદેશ ફરી એકવાર અનામતની આગમાં સળગી રહ્યું છે, અનેક જગ્યાએથી હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન સમાચાર છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ઢાકા પેલેસ છોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ ગયા છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે લાખો લોકો કર્ફ્યુ તોડીને રસ્તા પર ઉતરી આવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક એજન્સીના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે.વડા પ્રધાન શેખ હસીના ભારે વિરોધનો સામનો કરવા દરમિયાન રાજીનામું આપીને, રાજધાનીમાંથી છોડીને ગયા પછી સેના પ્રમુખે કહ્યુ કે તેઓ વચગાળાની સરકાર બનાવશે.
બિહારના હાજીપુરમાંથી એક દુ:ખદ સામચાર સામે આવ્યા છે. હાજીપુરમાં જલાભિષેક કરવા જઈ રહેલા ભક્તોનું વાહન હાઈ ટેન્શન વાયર સાથે અથડાયું હતું. જેના કારણે વીજ શોક લાગવાથી 9 લોકોના મોત થયા છે. આ ઘટના બનતા જ સ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી.આ ઘટના માટે ગામના લોકોએ વીજળી વિભાગ પર બેદરકારીનો આરોપ મૂક્યો હતો અને જ્યારે એસડીએમ તથા પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા તો ગ્રામીણોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો.
અમેરિકા અને ચીનમાં મંદી, જિયો-પોલિટિકલ ક્રાઈસિસમાં વધારો તેમજ જાપાનની સેન્ટ્રલ બેન્ક દ્વારા વ્યાજદરોમાં વધારાના પગલે આજે ભારત સહિત વૈશ્વિક સ્તરે લગભગ તમામ શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. એશિયન સ્ટોક માર્કેટમાં 57 વર્ષમાં પ્રથમ વખત આટલો મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 2222.55 પોઈન્ટ અને નિફ્ટી 662.10 પોઈન્ટના ઘટાડે બંધ રહ્યો છે. રોકાણકારોને રૂ. 15.38 લાખ કરોડનું નુકસાન થયું છે.
યુ .એસ .માં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની જીત માટે તામીલનાડુના એક નાનકડા ગામ તુલસેન્દ્રપુરમમાં આવેલા ધર્મ સંસ્થા મંદિરના મુખ્ય પૂજારી ટી રુબન દ્વારા ખાસ પૂજા કરાઈ હતી. જેમાં ગામ લોકો પણ સામેલ થયા હતા. તમિલનાડુનું કમલા હેરિસનું મોસાળ છે. અહીના મંદિરની તકતી પર મંદિરના જીર્ણોદ્ધારમાં ફાળો આપ્નારા લોકોના નામ લખેલા છે.તેમાં કમલા હેરિસનું નામ પણ સામેલ છે. હેરિસે કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતા ત્યારે 2014માં રૂ. 5,000 (59.69 ડોલર)નું દાન કર્યું હતું.
મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાંથી પસાર થતાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે નંબર 47 દાહોદ પોલીસની હાઇરિઝૂલેશન ડ્રોન કેમેરાના મદદથી નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે.પોલીસના વડાની અવનવી ટેક્નિક અને ગુના શોધવાની નિષ્ઠાને કારણે તેમજ પ્રિવેન્શન ઇસ બેટર ધેન ક્યોરના સૂત્રને સાર્થક કરતા આ હાઇવે દેશનો સૌથી સુરક્ષિત હાઇવે તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે.ભૂતકાળમાં મધ્યપ્રદેશ બોર્ડરથી સંતરોડ સુધીના 70 કિલોમીટર વિસ્તારમાં હાઇવે ઉપર લૂંટ હાઇવે રોબરી જેવી ઘટનાઓ બનતા વાહન ચાલકો રાત્રિના સમયે મુસાફરી કરવાનું ટાળતા હતા.હવે આ હાઇવે એકદમ સુરક્ષિત બન્યો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'એક પેડ માં કે નામ' અભિયાન અન્વયે રાજ્યભરની 53,065 આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો ગાંધીનગર થી આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ વડાપ્રધાનના પર્યાવરણપ્રિય વિચારને સાકાર કરવા ગુજરાતમાં આ અભિયાન અન્વયે આગામી સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલું જ નહિ, મુખ્યમંત્રીએ રાજ્યની આંગણવાડીઓના ભૂલકા-બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જતન તેમજ વૃક્ષપ્રેમ અને વૃક્ષોના ઉછેર, સંવર્ધનની આદત કેળવાય તેવો પર્યાવરણ જતનલક્ષી પ્રેરક અભિગમ અપનાવ્યો છે.
નર્મદા જિલ્લાના સાગબારા ખાતે પોલીસે સરકારી અનાજ સગેવગે કરવાનું મસ મોટુ કૌભાંડ ઝડપી પાડ્યું હતું.આ કૌંભાંડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોના નામ ખુલ્યા હતા.તો બીજી બાજુ પોલીસે ફકત 2 આરોપીઓને ઝડપી પાડયા છે જ્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારો કાર્યકરો હજુ ફરાર છે.ત્યારે મનસુખ વસાવાએ વેધક સવાલ કર્યો છે કે સાગબારા અનાજ કૌંભાંડમાં ભાજપે એના કાર્યકરને સસ્પેન્ડ કર્યો, 'આપ અને કોંગ્રેસ' ક્યારે એક્શન લેશે.
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે અને મેડલથી એક પગલું દૂર છે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારતે ગ્રેટ બ્રિટનને શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું. ચોથા ક્વાર્ટરના અંત સુધીમાં બંને ટીમોનો સ્કોર 1-1 રહ્યો, જેના કારણે શૂટઆઉટનો આશરો લેવામાં આવ્યો.હવે 6 ઓગસ્ટે ભારતીય ટીમ સેમિફાઇનલ મેચમાં જર્મની સામે ટકરાશે.
અમદાવાદમાં 1.28 લાખ રુદ્રાક્ષથી 15 ફૂટનું શિવલિંગ તૈયાર કરાયું છે. અમદાવાદના વાડજમાં રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરાયુ છે. તમને અનોખા શિવલિંગના દર્શન થશે. 1.28 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરતા તે 15 ફૂટ ઊંચુ બન્યુ છે જેમાં શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટ્યા છે. શ્રાવણ માસના પ્રારંભે અનોખા શિવલિંગના દર્શન કરી ભક્તો ધન્ય થયા છે
જુનાગઢ તા.5 સોમવાર તા.5/8ના પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવાર આવતા હોય જે દરેક સોમવારે જુનાગઢ યાર્ડ બંધ રહેશે. ઉપરાંત સાતમ આઠમ સહિત કુલ 11 દિવસ ઓગષ્ટ માસ શ્રાવણ માસમાં વેપારીઓ કામકાજ બંધ રાખશે. યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યા મુજબ શ્રાવણ માસને લઈને કમિશન એજન્ટ, વેપારીઓએ નકકી કરેલ રજાઓ રાખવામાં આવશે.નાગઢ તા.5 સોમવાર તા.5/8ના પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવાર આવતા હોય જે દરેક સોમવારે જુનાગઢ યાર્ડ બંધ રહેશે. ઉપરાંત સાતમ આઠમ સહિત કુલ 11 દિવસ ઓગષ્ટ માસ શ્રાવણ માસમાં વેપારીઓ કામકાજ બંધ રાખશે. યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યા મુજબ શ્રાવણ માસને લઈને કમિશન એજન્ટ, વેપારીઓએ નકકી કરેલ રજાઓ રાખવામાં આવશે.નાગઢ તા.5 સોમવાર તા.5/8ના પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. આ વખતે શ્રાવણ માસમાં 5 સોમવાર આવતા હોય જે દરેક સોમવારે જુનાગઢ યાર્ડ બંધ રહેશે. ઉપરાંત સાતમ આઠમ સહિત કુલ 11 દિવસ ઓગષ્ટ માસ શ્રાવણ માસમાં વેપારીઓ કામકાજ બંધ રાખશે. યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યા મુજબ શ્રાવણ માસને લઈને કમિશન એજન્ટ, વેપારીઓએ નકકી કરેલ રજાઓ રાખવામાં આવશે.