AnandToday
AnandToday
Saturday, 03 Aug 2024 18:30 pm
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

હાનિયાની હત્યા બાદ ઈરાનનો પલટવાર, ઇઝરાયેલ પર મિસાઈલ હુમલો

ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસ લિડર ઈસ્માઇલ હાનિયાની હત્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. રવિવારે લેબનોન તરફથી ઇઝરાયેલમાં ડઝનેક મિસાઈલ છોડવામાં આવી. આ દરમિયાન સતત સાયરનનો અવાજ પણ સંભળાતો રહ્યો. જે બાદ ઈઝરાયેલે આખા દેશમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જો કે તેમનો દાવો છે કે તમામ મિસાઈલને આયરન ડોને આસમાનમાં નષ્ટ કરી દીધી છે.

ગૌતમ અદાણીએ બિહારને 1600 કરોડ રૂપિયાની ભેટ આપી

દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ બિહારના લોકોને મોટી ભેટ આપી છે. અદાણી ગ્રુપે બિહારમાં 1600 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે. ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીએ પોતે ટ્વિટર પર એક ટ્વીટ કરીને આ માહિતી આપી છે. કરણ અદાણીએ લખ્યું કે અદાણી ગ્રુપ બિહારમાં 1600 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે તે જણાવતા અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.

ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 17 ઓક્ટોબરથી લેવાશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાનારી સામયિક મૂલ્યાંકન અને સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં સામયિક મૂલ્યાંકનની પરીક્ષા સાથે આ વખતે પ્રથમ અને દ્વીતીય સત્રની પરીક્ષાની તારીખ પણ અત્યારથી જ જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 17 ઓક્ટોબરથી લેવાશે.

'કોઈ પણ ફ્લાઈટ લઈને લેબનોન છોડો' -યુ.એસ. અને યુકે 

ઇઝરાયલ અને લેબનોન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ તણાવથી અન્ય દેશોની ચિંતા પણ વધી ગઈ છે. યુ.એસ. અને યુકે સરકારોએ તેમના નાગરિકોને ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધના ભય અને વ્યાપક પ્રાદેશિક સંઘર્ષની સંભાવનાઓ વચ્ચે 'કોઈપણ ઉપલબ્ધ ટિકિટ' પર લેબનોન છોડવાની સલાહ આપી છે.

ભારત સરકાર ચીન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી

ભારત એક તરફ વૈશ્વિક મહાસત્તા બનવા માટે અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે સારા સંબંધો સાથે આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ભારતના કટ્ટર હરીફ ચીનને દરેક ક્ષેત્રમાં હરાવવા માટે પણ પ્રતિબદ્ધ છે. ભારત સરકાર ચીન પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર, ભારત 3 મહિનામાં 400 ચીની કંપનીઓની માન્યતા રદ કરી શકે છે.

વકફ એક્ટમાં સુધારો કરવા આવતા અઠવાડિયે સંસદમાં બિલ  રજૂ થાય તેવી શક્યતા

કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની સત્તા અને તેની કામગીરીમાં સુધારો કરવા સંબંધિત આ અઠવાડિયે સંસદમાં બિલ લાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકાર વકફ બોર્ડની કોઈપણ મિલકતને 'વક્ફ પ્રોપર્ટી' બનાવવાની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે કેબિનેટે વકફ એક્ટમાં લગભગ 40 સંશોધનોને મંજૂરી આપી દીધી છે.

સેલ્ફી લેવી ભારે પડી,યુવતી 100 ફૂટ નીચે ઘાટમાં પડી ગઈ

મહારાષ્ટ્રના સતારામાં એક યુવતી સેલ્ફી લેતી વખતે 100 ફૂટ નીચે ઘાટમાં પડી ગઈ. લોકોને આ અંગેની જાણ થતાં જ તરત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કલાકોની મહેનત બાદ સ્થાનિક લોકોએ દોરડાની મદદથી ઘાયલ યુવતીને કોઈક રીતે ઉપર ખેંચી લીધી હતી. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બાળકીને દોરડાની મદદથી ખેંચવામાં આવી રહી છે.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ

હમાસ અને હિઝબુલ્લાના ટોચના નેતાઓની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાન, હિઝબુલ્લાએ ઈઝરાયેલ પાસેથી બદલો લેવાની ધમકી આપી છે. તે જ સમયે, અમેરિકાએ પણ ઇઝરાયેલના સમર્થનમાં પશ્ચિમ એશિયામાં તેના યુદ્ધ જહાજો મોકલ્યા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ જવાનો ભય છે.

7 હજાર કળશ સાથે આ પદયાત્રા,ભક્તો પર પુષ્પવર્ષા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી 4 હજાર કાવડોએ પદ યાત્રા કરી હતી. આજે કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાવડ યાત્રામાં સામેલ ભક્તોએ 7 હજાર કળશ સાથે આ પદયાત્રા યોજી હતી. સોમવારથી શ્રાવણમાસનો પ્રારંભ થઈ રહ્યો છે.આ પદયાત્રા 55 કીમીની યોજવામાં આવે છે.

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ અને કાર વચ્ચેની ટક્કરમાં સાત લોકોના મોત 

ઉત્તર પ્રદેશના ઈટાવામાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડબલ ડેકર સ્લીપર બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા.સાથે જ લગભગ 50 લોકો ઘાયલ થયા છે, જેમાંથી લગભગ 20 લોકો હોસ્પિટલમાં દાખલ છે. કારમાં મુસાફરી કરી રહેલા લોકોમાં 3 મૃતકોનો સમાવેશ થાય છે.