AnandToday
AnandToday
Sunday, 04 Aug 2024 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 4 ઓગસ્ટ : 4 AUGUST

તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર

હિન્દી ફિલ્મોનાં ગાયક, અભિનેતા અને દિગ્દર્શક કિશોરકુમાર નો આજે જન્મદિવસ

હિન્દી ફિલ્મોનાં ગાયક, અભિનેતા અને દિગ્દર્શક કિશોરકુમાર (આભાસ કુમાર ગાંગુલી)નો મધ્યપ્રદેશનાં ખંડવામાં જન્મ (1929) સંગીતનું વિધિવત શિક્ષણ ન મેળવેલ કિશોરકુમારને ‘જિદ્દી’ ફિલ્મમાં પાર્શ્વગાયનની તક મળી હતી જીવન કે સફર મેં રાહી, હમ હે રાહી પ્યાર કે જેવાં સુંદર ગીતોને કારણે તેમનો કસબ સિદ્ધ થયો અને આરાધના, તીન દેવિયાં, તેરે મેરે સપને વગેરે ફિલ્મોમાં ઉત્તમ પાર્શ્વગાયક તરીકે સાતત્ય જાળવી રાખનાર કિશોરકુમારે યોડલિંગ સાથે કારકિર્દીનાં ઉત્તરાર્ધમાં પણ જોની મેરા નામ, સફર, નમક હરામ, કોરાકાગજ, અમરપ્રેમ વગેરે ફિલ્મોમાં ગીતો ગાઈ રસિકોના મન હરી લીધાં આઠ ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કિશોરદાએ હિન્દી સહિત તામિલ, મરાઠી, અસમી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, મલયાલમ અને ઉડિયા ફિલ્મો માટે ગીતો ગાયા છે

* નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત અમેરિકાનાં પ્રથમ આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો જન્મ (1961)

44માં રાષ્ટ્રપતિ તરીકે તેમનો કાર્યકાળ તા.20 જાન્યુઆરી, 2009 થી 20 જાન્યુઆરી, 2017 સુધી રહ્યો 

* સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના સ્થાપક તથા બોમ્બે મ્યુનિસિપાલિટીના મ્યુનિસિપલ કમિશનર અને ચાર વખત પ્રમુખ રહેલ વકીલ સર ફેરોઝશાહ મેરવાનજી મહેતાનો મુંબઈમાં જન્મ (1845)

કાયદાની તેમની સેવા માટે ભારતમાં બ્રિટિશ સરકાર દ્વારા તેમને નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો

* ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર નાદરાજન "રાજ" ચેટ્ટીનો નવી દિલ્હી ખાતે જન્મ (1979)

* ભારતીય ક્રિકેટર (21 ટેસ્ટ રમનાર) વિકેટ-કીપર અને બેટ્સમેન નરેન્દ્ર શંકર તામ્હાણેનો મુંબઈમાં જન્મ (1931)

* સતત 4 વખત પુડુચેરીના યુટીના સીએમ રહેલ એન રંગસામીનો જન્મ (1950)

તેમણે પોતાની પાર્ટી બનાવ્યાના 3 મહિનામાં મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

* રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત હિન્દી ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, નિર્માતા, સંગીતકાર અને પ્લેબેક ગાયક વિશાલ ભારદ્વાજનો ઉત્તરપ્રદેશ રાજ્યમાં જન્મ (1965)

તેમની નોંધપાત્ર ફિલ્મોમાં મકડી, મકબુલ, ઓમકારા, કમીને, હૈદર, રંગુન, પટાખા વગેરે છે 

* ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત બોલિવૂડ ફિલ્મો અને ટીવી અભિનેત્રી શશિકલાનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1932)

* ઇન્ડિયન પૉપ ગાયિકા અને બોલિવૂડ ફિલ્મોના પ્લેબેક સિંગર સેરોન પ્રભાકરનો દિલ્હી ખાતે જન્મ (1955)

* હિન્દી અને મરાઠી થિયેટર, ટેલિવિઝન અને ફિલ્મોમાં અભિનેતા, દિગ્દર્શક, નાટ્યકાર અને લેખક દિલીપ પ્રભાવલકરનો મુંબઈમાં જન્મ (1944)

* નેશનલ ફિલ્મ પુરસ્કારથી સન્માનિત બંગાળી ફિલ્મ નિર્દેશક અને અભિનેતા કૌશિક ગાંગુલીનો કોલકાતા ખાતે જન્મ (1968)

* બોલિવૂડ ફિલ્મોમાં અભિનેતા, દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાનનો પુના ખાતે જન્મ (1967)

તેમણે કેટલીક ઉર્દૂ, તેલુગુ અને મલયાલમ ભાષાની ફિલ્મો તેમજ ટીવી શ્રેણીઓમાં પણ અભિનય કર્યો છે.

* હિન્દી ટીવી અભિનેત્રી અનુષ્કા સેનનો રાંચી ખાતે જન્મ (2002)

* અંગ્રેજી સાહિત્યમાં ઉત્કૃષ્ટ કાવ્યરચનાઓ આપનાર કવિ પર્સી બીશ શેલીનો ઇંગ્લેન્ડમાં જન્મ (1792)

>>>> એકવિધતા એ ગતિનું સ્પીડબ્રેકર છે. વૈવિધ્યએ તાજગીની અનુભૂતિ બની જાય છે. એકવિધ લાગતી સહુ કોઈની જિંદગી આમ જોઇએ તો એક લીટીનું આલેખન બની જાય. આમ છતાં આપણે જોઇએ છીએ કે દરેકનું જીવન એક આગવો વૈભવ હોય છે. જુદી જિંદગી છે મિજાજે મિજાજે..! આપણે ક્યારેય આ મર્મને જાણ્યા વગર જ એની એકવિધતાથી અકળામણ અનુભવતા રહીએ છીએ. એક આસ્થા સાથે જીવતો માણસ કેટકેટલી ઇચ્છાઓ અને એષણાઓને સંકોરતો રહે છે. કેટલાક મનોરથ કે કેટલાંક સ્વપ્ન ચગળવાની પણ મજા હોય છે. ઘણીવાર ભ્રમમાં જીવવાની મજા પડતી હોય છે. આપણું અસ્તિત્વ તો એક તરણા જેવું હોય છે એ સતત ફરકતું રહે એ જ એની નિયતિ હોય છે ! 

સંકલન : વિજય એમ. ઠક્કર