સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્રના બે શહેરોના નામ બદલવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમ સંદર્ભે મહત્ત્વની કામગીરી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28000 બેન્ક ખાતાઓ અનફ્રીજ કરવામાં આવ્યા છે.તેમજ રિફંડ અને હોલ્ડ પર મૂકવામાં આવેલ રકમમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42 ટકા સુધી પહોંચી છે.
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે રાજ્યમાં PSI અને PI ની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાના હેતુંથી એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.હવે તમામ અધિકારીઓને રાજ્યનાં અલગ-અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવી પડશે. નવા બદલાવ પ્રમાણે હવે 5 વર્ષ સુધી એક જ ઝોનનાં જિલ્લાઓમાં નોકરી કરનાર PSI/ PI ની તે ઝોનનાં જિલ્લાઓમાં કે નજીકનાં જિલ્લાઓમાં (Districts) બદલી કરી શકાશે નહિં. 5 વર્ષનાં સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટ નિર્દેશ કરાયા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર સ્વપ્નિલ કુસલેને રાજ્ય સરકાર તરફથી 1 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આ સાથે સેન્ટ્રલ રેલ્વેએ સ્વપ્નિલ કુસાલેને ઓફિસરના પદ પર પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.સેન્ટ્રલ રેલ્વેના જનરલ મેનેજર રામ કરણ યાદવે જણાવ્યું કે સ્વપ્નિલ માટે અલગથી ઈનામ જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય યાત્રા કરવા જઈ રહયું છે. મોરબી થી શરૂ થનારી આ ન્યાય યાત્રા રાજકોટ સુરેન્દ્રનગર થઈને ગાંધીનગર સુધી પહોંચશે. કુલ 300 કિલોમીટરની આ ન્યાયયાત્રા ફરશે. આ ન્યાય યાત્રા અંગે માહિતી આપવા આજે ખાસ પત્રકાર પરિષદ યોજાઇ હતી. આગામી 9 ઑગસ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થશે.આ ન્યાય યાત્રા મોરબી ખાતે બનેલી ઝુલતાપુલ દુર્ઘટનાના સ્થળેથી શરૂ થશે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે અને આંધી વાવાઝોડાની ચેતવણી પણ આપી છે. ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી કરી છે અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપી છે.
1 ઓગસ્ટથી ધ્વજારોહણનો નોમિનલ ચાર્જ દેવસ્થાન દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. ભક્તોને ધ્વજા ટેમ્પલ ઈન્સ્પેક્ટરની ઓફીસથી જ મળી રહેશે. તેમજ સવારે 7 વાગ્યાથી બપોરનાં સાડાચાર વાગ્યા સુધી જ ધ્વજારોહણ કરી શકશે. તેમજ મંદિરમાં ભક્તો અલગ અલગ ગજની ધ્વજા પ્રમાણે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ધજાની પૂજા અર્ચનાં કરવામાં આવશે. 5 મીટરની ધજાના રૂ.2100, 7 મીટરની ધજાના રૂ.2500, 9 મીટરની ધજાના રૂ.3100 અને 11 મીટરની ધજાના રૂ.5100 નો ભાવ નક્કી કર્યો છે, ધજાની પૂજા પણ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિમાયેલા બ્રાહ્મણો જ કરશે.
ભાદરવી પૂનમે ધજા લઈને આવતા સંધોને આ વ્યવસ્થા લાગુ નહી પડે .
ગુજરાત રાજ્યમાં વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી થયેલ પાણીની ભરપૂર આવકથી રાજ્યના 77 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. 90 ટકાથી વધુ ભરાયેલા રાજ્યના 56 ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 11 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે
ભારતીયો ખાસ કરીને વિદ્યાર્થીઓ વિદેશમાં વસવાટ કરવા કેનેડાની પસંદગી કરે છેકેનેડા જતાં વિદ્યાર્થીઓના માતા-પિતા તેમના દિકરા કે દિકરીની સલામતી અને સુરક્ષા માટે ચિંતિંત હોય છે.કેનેડાએ હાલમાં જ દેશના સુરક્ષિત શહેરોની યાદી જાહેર કરી છે.
કેનેડાના 10 સૌથી સુરક્ષિત શહેરોની યાદી
ક્યુબેક સિટી, ક્યુબેક
બેરી, ઑન્ટારિયો
ટોરોન્ટો, ઑન્ટારિયો
ઓટાવા- ગેટિનેઉ (તમામ વિસ્તાર)
હેમિલટન, ઑન્ટારિયો
સેન્ટ. કેથરિન્સ-નાયગ્રા, ઑન્ટારિયો
મોન્ટ્રીયાલ કેનેડા
હેલિફેક્સ, નોવા સ્કોટીયા
કિંગ્સ્ટન, ઑન્ટારિયો
સેન્ટ. જ્હોન્સ ન્યૂફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોર
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને સરકારી એપ્રુઅલ એન્જિનિયર આશિષ પટેલ રૂ.20 લાખની લાંચ લેતાં ઝડપાયા છે. ગોમતીપુરની એક જમીન માટે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆર) સર્ટિફિકેટ આપવા 50 લાખની લાંચ માગી હતી.અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને સરકારી એપ્રુઅલ એન્જિનિયર આશિષ પટેલ રૂ.20 લાખની લાંચ લેતાં ઝડપાયા છે. ગોમતીપુરની એક જમીન માટે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆર) સર્ટિફિકેટ આપવા 50 લાખની લાંચ માગી હતી.
ઉત્તરાખંડમાં કેદારનાથ જવાના માર્ગ પર બુધવારે વાદળ ફાટ્યા બાદ બચાવ કામગીરી સતત ચાલી રહી છે. જેના કારણે સમાચાર આવ્યા છે કે આ ઘટનામાં 16 લોકોના મોત થયા છે. આ સિવાય ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. તમને જણાવી દઈએ કે કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ કેદારનાથ હાઈવે અને પગપાળા માર્ગો તોડી પાડવામાં આવ્યા છે.