AnandToday
AnandToday
Wednesday, 31 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

SC.ST અનામતમાં સબ-કેટેગરી બનાવી શકાશે. -સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે ચુકાદો આપ્યો છે. એ ચુકાદા મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં સબ-કેટેગરી બનાવી શકાય છે. આ ચુકાદો સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેન્ચે 6-1ના મતે સંભળાવ્યો હતો. એની સુનાવણી CJI ડીવાય ચંદ્રચૂડ કરી રહ્યા હતા. તેમની સાથે છ જજોએ એના પર સહમતી દર્શાવી હતી, જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદી એનાથી સહમત ન હોતાં.કોર્ટે આ ચુકાદો આપતાં 2004માં આપવામાં આવેલા પાંચ જજોના ચુકાદાને ફેરવી તોળ્યો હતો.

ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી

કેદારનાથ ધામ નજીક રાત્રે 9 વાગ્યાની આસપાસ ભારે વરસાદ બાદ ગૌરીકુંડ પાસે મંદાકિની નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. નદીના જળસ્તરમાં વધારો થતાં શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ સર્જાયો છે.ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. કેદારનાથ વિસ્તારમાં વાદળ ફાટવાના અહેવાલ છે. મંદાકિની નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો છે. ગૌરીકુંડનું પોતાનું શાંતિપૂર્ણ વાતાવરણ છે.

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીએ ત્રણ મહિના સુધી  મોતને લડત આપ્યા બાદ અંતિમ શ્વાસ લીધા

તેલંગાણાથી યુએસ ગયેલા એક ભારતીય વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ત્રણ મહિના પહેલા તેને અકસ્માત થયો હતો પરંતુ 24 જુલાઈના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.આ અકસ્માત ટેક્સાસમાં થયો હતો જેમાં 26 વર્ષીય રોહિત રેડ્ડીનું મોત થયું હતું જે તેલંગાણાના મહેબુબાબાદનો રહેવાસી હતો.રોહિતનો અકસ્માત 13 એપ્રિલના રોજ થયો હતો જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. રોહિતનો અકસ્માત 13 એપ્રિલના રોજ થયો હતો જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ તેને ઘણા બધા બ્રેઈન સ્ટ્રોક આવ્યા હતા. રોડ દુર્ઘટના બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ત્રણ મહિના સુધી તેણે મોતને લડત આપી હતી પરંતુ 24 જુલાઈના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડ કેન્સર સામે લાંબી લડાઈ હારી ગયા,ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

ભારતીય ક્રિકેટ દિગ્ગજ અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું છે. 71 વર્ષીય ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 40 ટેસ્ટ અને 205 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. દિગ્ગજ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડ કેન્સર સામે લાંબી લડાઈ હારી ગયા બાદ બુધવારે 71 વર્ષની વયે અવસાન થયું હતું. ગાયકવાડ લંડન ગયા હતા અને સારવાર ચાલુ રાખવા માટે એક મહિના પહેલા બરોડા પરત ફર્યા હતા.
ગાયકવાડે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા.તેમના નિધનથી તેમના પરિવાર અને ચાહકો અને ક્રિકેટ જગતમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.

11 મહિનાની બાળકી એક એવી બિમારી સામે ઝઝુમી રહી છે.અભિનેતા સોનુ સૂદ બાળકીની વ્હારે  આવ્યા

11 મહિનાની કુમુદ નામની બાળકી એક એવી બિમારી સામે ઝઝુમી રહી છે. જેના માટે 16 કરોડ રુપિયાના ઈન્જેક્શનની જરુરિયાત છે. આ ઈન્જેક્શન તે બે વર્ષની થાય તે પહેલા બાળકીને આપી દેવું પડે છે. જેથી બાળકીના માતા-પિતાએ લોકોને મદદ માટે ગુહાર લગાવી છે.અભિનેતા સોનુ સૂદે લોકોને મદદ કરવા અપીલ કરી છે.અભિનેતા સોનુ સૂદ બાળકીની મદદ માટે આગળ આવ્યા છે.તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને મદદ કરવા અપીલ કરી છે. સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ વનથી પીડાય છે બાળકી

કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 256 પહોંચ્યો, અનેક દટાયાની આશંકા

કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 256 લોકોના મોત થયા છે તો 200 થી વધુ લોકો હજુ પણ લાપતા છે. 100થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાયનાડમાં સોમવારે મોડી રાત્રે 29 જુલાઈએ ભૂસ્ખલનની ઘટના બની હતી અને તેમાં આસપાસના 4 ગામોના ઘર, પુલ, રસ્તા અને વાહનો બધું જ ધોવાઈ ગયું છે.

મહુવા તાલુકાના લોંગડી ટોલટેક્સના વિરોધમાં આવતીકાલે હાઈવે પર ચક્કાજામ કરાશે

મહુવા તાલુકાના લોંગડી ટોલટેક્સના વિરોધમાં આવતીકાલે કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે.જેમાં પ્રાઇવેટ વાહન ચાલકો અને ટ્રાન્સફર એસોસિયેશનના આગેવાનો ખાસ જોડાશે.નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનું કામ હજુ સુધી સંપુર્ણપણે પૂર્ણ થયું નથી તે પહેલા જ મહુવા તાલુકાના લોંગડી ખાતે ટોલટેક્સ શરૂ કરી દેવામાં આવ્યા છે.જેમાં ખાસ કરીને મહુવાથી ૨૦ કિલોમીટરના અંતરે આવેલ લોંગડી ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે

મહિલાએ ત્રણ પ્રેમી સાથે પતિની હત્યા કરી લાશ ફેંકી દીધી, ચારેયની ધરપકડ

ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં એક મહિલાએ પોતાનું જ લગ્નજીવન બરબાદ કરી નાખ્યું છે. મહિલાએ તેના પ્રેમીઓ સાથે મળીને પતિની ગળું દબાવીને હત્યા કરી મૃતદેહને ગામ પાસે ફેંકી દીધો હતો અને ભાગી ગઈ હતી. હવે પોલીસે આ મહિલાની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. તેમજ મહિલાના ત્રણેય પ્રેમી પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.પોલીસે જણાવ્યું કે, ચારેય આરોપીઓની રેલવે સ્ટેશન રોડ તિરાહેથી ધરપકડ કરવામાં આવી છે.

બિહારમાં વરસાદી મોસમમાં વીજળી પડવાથી 13 લોકોના મોત

બિહારમાં વરસાદી મોસમમાં વીજળી પડવાથી 13 લોકોના મોત થયા છે. ઔરંગાબાદમાં ચાર, જહાનાબાદમાં ત્રણ, સારણમાં ત્રણ, નાલંદામાં બે અને જમુઈમાં એક વ્યક્તિના મોત થયા છે.મૃતકોમાં ઔરંગાબાદ જિલ્લાના ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લાના કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. તેની સારવાર ચાલી રહી છે.

પેરિસ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ,શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ બ્રોન્ઝ મેડલ જીત્યો

પેરિસ ઓલિમ્પિકમાં 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ભારતના સ્વપ્નિલ કુસલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો ત્રીજો મેડલ છે અને શૂટિંગમાં આ સાતમો ઓલિમ્પિક મેડલ ભારતે જીત્યો છે.પેરિસ ઓલિમ્પિક 2024 ભારતીય શૂટર્સ  મનુ ભાકરે બે મેડલ પર કબજો કરી ઈતિહાસ રચ્યો છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ સિંગલ અને મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સરબજોત સિંહે મનુ ભાકર સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધી ત્રણ મેડલ જીત્યા છે અને ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે અને ખાસ વાત એ છે કે ત્રણેય બ્રોન્ઝ મેડલ છે.