AnandToday
AnandToday
Tuesday, 30 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ હબ બની રહ્યું છે-અમિત ચાવડા

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મૃદુ મુખ્યમંત્રી ક્યારે થશે મક્કમ એવું ગુજરાતના મતદારો પૂછી રહ્યા છે. ગુજરાત ભાજપ સરકારના આશિર્વાદથી બેફામ બનેલા ગુંડાઓ અને ભ્રષ્ટાચારઓ થકી ઉડતા ગુજરાત બની ગયું છે, જે આવનારી પેઢીઓ માટે ખુબજ ચિંતાનો વિષય છે. ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લેન્ડ થયું છે.જેના કારણે ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ હબ બની રહ્યું છે. 

કંગના રનૌતે રાહુલ ગાંધી પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવતા હંગામો

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન મંડીથી સાંસદ બનેલી કંગના રનૌતે રાહુલ ગાંધી પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. કંગનાનું કહેવું છે કે રાહુલ ગાંધીએ તેમનો ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ. જે રીતે તે ગૃહમાં વાહિયાત વાતો કરે છે, તે જોઈને લાગે છે કે તે ડ્રગ્સ લે છે. હવે તમે વિચારતા હશો કે એવું તો શું થયું કે કંગના રાહુલ ગાંધી પર આટલી ગુસ્સે થઈ ગઈ. વાસ્તવમાં કંગનાએ રાહુલ ગાંધીના ચક્રવ્યુહના નિવેદનનો જવાબ આપતાં આ ટોણો માર્યો છે.

સરકારે બહેનોને આપી રક્ષાબંધન ગિફ્ટ, ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો

મધ્યપ્રદેશ સરકારે પ્રિય બહેનો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મોહન યાદવે જાહેરાત કરી છે કે લાડલી બેહન યોજના હેઠળ હવે લાભાર્થીઓને માત્ર 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. મંગળવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત મહિલાઓને આર્થિક રાહત આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે .

અંબાજી માં દુકાનદાર પર કરાયેલ હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતો,અંબાજી સજ્જડ બંધ રાખવાની ચીમકી 

અંબાજીમાં થોડા દિવસ પહેલા અસામાજીક તત્વો દ્વારા મેડીકલ સ્ટોર પર કરાયેલ હુમલાનાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યો છે. ત્યારે મેડીકલ સ્ટોર પર થયેલ હુમલાને લઈ વેપારીઓની સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. વેપારીઓ તેમજ ગ્રામજનો અંબાજી પોલીસને આ સમગ્ર મામલે આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ જ્યાં સુધી પોલીસ દ્વારા બાંહેધરી નહી આપવામાં આવે ત્યાં સુધી વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા અંબાજી સજ્જડ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

સાબરકાંઠાના પશુપાલકો માટે મોટા સમાચાર,દૂધના ભાવમાં વધારો જાહેર કરાયો

સાબરકાંઠાના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબર ડેરી દ્વારા 990 પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કરાયો છે. આ વર્ષે 602 કરોડનો ભાવ વધારો આપવામાં આવશે. તેમજ સાધારણ સભામાં રૂપિયા 344 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

ઈઝરાયેલે મોટો બદલો લીધો, હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઘરમાં ઘુસીને ઠાર કર્યો 

મહિનાઓથી ચાલતા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે મોટો બદલો લીધો હોય તેમ હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઘરમાં ઘુસીને ઠાર કર્યો હતો. ગત ઓકટોબરમાં હમાસ ત્રાસવાદીઓએ ઈઝરાયેલ પર હવાઈ હુમલો કર્યો હતો અને તેમાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા તેનો બદલો લઈને હવે હમાસ વડાને ઠાર કરાયો હતો.

બ્રિટનમાં ત્રણ બાળકોની હત્યા બાદ તોફાનો ફાટી નિકળ્યા,39 જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા

બ્રિટનના સાઉથ પોર્ટમાં ડાન્સ વર્કશોપ બહાર ત્રણ બાળકોની હત્યા બાદ તોફાનો ફાટી નિકળ્યા છે. અને દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા 39 જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક અજ્ઞાત શખ્સે કરેલી છુરાબાજીના ત્રણ છોકરાઓના મોત નિપજતા મોડી સાંજે હિંસા શરૂ થઈ હતી અને ઈંગ્લીશ ડિફેન્સ લીગના સમર્થક મનાતા લોકોના ટોળાએ સ્થાનિક મસ્જીદ ઉપર પથ્થરમારો શરૂ કર્યો

4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જામી છે. છેલ્લા કેટલાય દિવસોથી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, તો ક્યાંક પૂર અવ્યા અને ક્યાંક સારો વરસાદ થયો. ત્યારે આ બધા વચ્ચે ગુજરાતમાં ફરી 2 ઓગસ્ટથી વરસાદ સક્રિય થશે. 2થી 4 ઓગસ્ટ સુધી ગુજરાતને કરશે તરબોળ હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી સામે આવી છે.

દુર્ધટનાઓના પીડિતોને ન્યાય આપવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસે દ્વારા ન્યાય યાત્રાનું આયોજન

ગુજરાતમાં સર્જાયેલી દુર્ધટનાઓના પીડિતોને ન્યાય આપવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસે આ ન્યાય યાત્રાનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ ન્યાય યાત્રા ભારત છોડો આંદોલન જે તારીખે શરુ થયુ એ તારીખ એટલે કે 9 ઓગસ્ટથી શરુ કરવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આણંદના થીયેટરમાં મુવી જોવા ગયેલા બે ફરાર આરોપીને પોલીસે દબોચી લીધા

વડોદરામાં પ્રોહિબીશનના પાંચ ગુનામાં વોન્ટેડ એના બે શખ્સોને વડોદરા પોલીસ છેલ્લા કેટલાક દિવસથી શોધી રહીં હતી. ધરપકડ ટાળવા માટે આ બન્ને આરોપીઓ શહેર છોડી ભાગી છુટ્યા હતા. તેવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને જાણ થઇ કે, આ બન્ને આરોપીઓ આણંદના થીયેટરમાં મુવી જોવા માટે ગયા છે અને પોલીસે બન્નેને દબોચી લીધા હતા.ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા હેરી ઉર્ફે હિમાંશુ લુધવાણી અને વિવેક ઉર્ફે બન્ની સિંધી કેવલાની સામે કુંભારવાડા, વારસિયામાં-2, વાડી અને હરણી પોલીસ સ્ટેશન મળી કૂલ પાંચ પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયેલા છે.ઝડપાયેલો હેરી ઉર્ફે હિમાંશુ લુધવાણમી વિવિધ પોલીસ સ્ટેશનમાં મળી કૂલ 9 ગુનાઓ નોંધાયેલા છે. વિવેક ઉર્ફે બન્ની સામે અગાઉ હરણી અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં તેમજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અને જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં મારામારી મળી કૂલ 4 ગુનાઓ નોંધાયેલા છે આ ઉપરાંત તેને એક વખત પાસા હેઠળ રાજકોટ જેલમાં પણ ધકેલવામાં આવ્યો છે.