AnandToday
AnandToday
Sunday, 28 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજના મહત્વના સમાચાર

કચ્છના મુન્દ્રામાંથી ફરી એક વખત કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

કચ્છના મુન્દ્રામાંથી ફરી એક વખત કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મુન્દ્રા પોર્ટ ઉપર કસ્ટમે 110 કરોડની કિંમતનું ફાઇટર ડ્રગ્સ (ટ્રામાડોલ ટેબ્લેટ) જપ્ત કર્યું છે. મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ થઇ રહેલા જથ્થાને કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું હતું.કસ્ટમ વિભાગે મુન્દ્રા પોર્ટ પરથી આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ માટે જઇ રહેલા બે કન્ટેનરને અટકાવ્યા હતા અને તેની તપાસ કરતા તેમાંથી 110 કરોડની કિંમતના ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.

ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર 

ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.26 ટકા પરિણામ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 30.48 ટકા પરિણામ તેમજ ધોરણ 10માં 28.29 ટકા પરિણામ આવ્યું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ બપોરે 12 વાગે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે.

ઇઝરાયલમાં ફૂટબોલ રમી રહેલા ૧૨ બાળકોના મોત થયા

ઈઝરાયલ છેલ્લા આઠ મહિનાથી ગાઝા પર બોમ્બમારો કરી રહૃાું છે ત્યારે ઈઝરાયલ પર લેબેનોન દ્વારા વધુ એક હુમલો થયો છે જેમાં ફૂટબોલ રમી રહેલા ૧૨ બાળકોના મોત થયા છે. તેના કારણે મિડલ ઈસ્ટનું યુદ્ધ વધુ ભયંકર બને તેવી શક્યતા છે.

વડોદરામાં વીમા કંપનીની ઓફિસના એ.સીમાં બ્લાસ્ટ થતાં અફડાતફડી મચી

વડોદરામાં વીમા કંપનીની ઓફિસના એસીમાં બ્લાસ્ટ થતાં અફડાતફડી મચી ગઈ છે. આ બ્લાસ્ટમાં છને ઇજા પહોંચી છે અને તેમને પહેલા 108 દ્વારા સારવાર અપાઈ અને વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. હવે વીમા કંપનીની જ ઓફિસમાં બ્લાસ્ટે ઓફિસોમાં ઉપયોગમાં લેવામાં આવતા એસી અને તેની સારસંભાળને લઈને પણ મોટો સવાલ ઊભો કર્યો છે.

યાત્રાધામ અંબાજીમાં ગબ્બરને જોડતો 'શક્તિપથ' માર્ગ તૈયાર થશે.

યાત્રા ધામ અંબાજીમાં ગબ્બરને જોડતો 'શક્તિપથ' માર્ગ તૈયાર થશે. આ કોરિડોરના અમલીકરણ માટે લીલીઝંડી મળી ગઇ છે. આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પીએમ મોદી સમક્ષ થઇ ચૂક્યું છે જેથી હવે આ પ્રોજેક્ટનું કામ ઓક્ટોબર માસથી શરૂ થશે અને 20217માં પૂર્ણ કરવાનો નિર્ધાર છે. આ કોરિડોર મંદિરથી ગબ્બરને જોડશે. આ માર્ગને શક્તિ પથ નામ આપવામાં આવ્યું છે.યાત્રા ધામ અંબાજીમાં ગબ્બરને જોડતો 'શક્તિપથ' માર્ગ તૈયાર થશે. આ કોરિડોરના અમલીકરણ માટે લીલીઝંડી મળી ગઇ છે. આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પીએમ મોદી સમક્ષ થઇ ચૂક્યું છે જેથી હવે આ પ્રોજેક્ટનું કામ ઓક્ટોબર માસથી શરૂ થશે અને 2027માં પૂર્ણ કરવાનો નિર્ધાર છે. આ કોરિડોર મંદિરથી ગબ્બરને જોડશે. આ માર્ગને શક્તિ પથ નામ આપવામાં આવ્યું છે.

સુરતમાં 339 કરોડના સરકારી ખર્ચે મોલ બનશે

સુરતમાં ડુમસ રોડ પર આવેલા રૂંઢ ખાતે 339 કરોડ રૂપિયાના સરકારી ખર્ચે એક મોલ બની રહ્યો છે, જેમાં દેશભરની હસ્તકલાઓ અને પારંપારિક વસ્તુઓનું પ્રદર્શન થશે. મોલ બનતા હજુ દોઢ- બે વર્ષ લાગી શકે છે.સુરતના રૂંઢ વિસ્તારમાં PM એકતા મોલ બનવાનો છે. આ મોલ કુલ 339 કરોડમાં બનશે જેમાંથી 202 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે અને 137.30 કરોડ રૂપિયા ગુજરાત સરકાર આપશે.

ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુઘી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે .સૌરાષ્ટ્રના 6 મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. 16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના 45 જળાશયો પાણીથી છલકાયા

વરસાદને કારણે ગુજરાતના 45 જળાશયો પાણીથી છલકાયા છે અને હાલમાં હાઈએલર્ટ પર છે. સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુનો જળસંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 53.29 ટકા જળસંગ્રહ થયો છે. આ સિવયા અન્ય 7 જળાશય પણ 90થી 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. રાજ્યના 206 જળાશયોમાં 47.19 ટકાનો જળસંગ્રહ થયો છે. રાજ્યના 30 ડેમ 70થી 100 ટકા ભરાયા છે, ત્યારે રાજ્યના 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.

સુરતમાં 6 કરોડ રૂપિયાની ડુપ્લિકેટ ઘડિયાળનો પર્દાફાશ

નકલી ઘી અને ચીઝ બાદ સુરતમાં પણ ડુપ્લીકેટ ઘડિયાળોનો ધંધો ફૂલ્યોફાલ્યો હતો. વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં બ્રાન્ડેડ ઘડિયાળોના નામે ડુપ્લીકેટ ઘડિયાળોનું વેચાણ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. બ્રાન્ડેડ ઘડિયાળ કંપનીની ફરિયાદ બાદ આ મામલો સામે આવ્યો છે.પીયૂષ વિરડિયા નામનો વ્યક્તિ એસએસ એન્ટરપ્રાઈઝ, નિવાન ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઈઝના નામે ડુપ્લીકેટ ઘડિયાળો વેચતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર આ વર્ષે લગભગ 6 કરોડ રૂપિયાની ડુપ્લિકેટ ઘડિયાળોનું વેચાણ થયું છે. કંપનીએ આરોપીઓ વિરુદ્ધ ટ્રેડમાર્ક અને કોપીરાઈટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે 120થી વધુ રસ્તાઓ બંધ 

રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. જેના કારણે રાજ્યના 127 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમજ 9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 5 અન્ય રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. તેમજ પોરબંદર જિલ્લામાં 60 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા તથા જૂનાગઢ જિલ્લામાં 19 રસ્તાઓ બંધ કર્યા છે.

આજથી ટામેટા 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે

ટામેટાના સતત વધી રહેલા ભાવે લોકોને રડાવ્યા છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ટૂંક સમયમાં ટામેટાંના ભાવ તેના મૂળ સ્વરૂપમાં પાછા આવી જશે. કારણ કે સરકારે મોટી જાહેરાત કરી છે અને સમગ્ર દેશમાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે હાલમાં ટામેટાંના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે.