AnandToday
AnandToday
Saturday, 27 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ

તા. 28 જુલાઈ : 28 JULY 
તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર

આજના દિવસે પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થયું હતું

આ વિશ્વયુદ્ધમાં એક કરોડ 70 લાખ સૈનિકો અને નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં

પ્રથમ વિશ્વ યુદ્ધ શરૂ થયું (1914)
પ્રથમ વિશ્વ યુદ્ધ 28 જુલાઈ, 1914 થી 11 નવેમ્બર, 1918 સુધી ચાલ્યું હતું. તે સમયે આ યુદ્ધને ‘બધા યુદ્ધનો અંત કરનાર યુદ્ધ’ કહેવામાં આવતું. આ યુદ્ધમાં 60 મિલિયન યુરોપિયન સહિત કુલ 70 મિલિયન સૈનિકો જોડાયા હતાં, જેમણે આ યુદ્ધને વિશ્વનાં સૌથી ભયંકર યુદ્ધોમાંનુ એક બનાવ્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધમાં એક કરોડ 70 લાખ સૈનિકો અને નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં

* આજે વિશ્વ હિપેટાઇટિસ દિવસ 

* આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 

* વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક નેતા કેશવરામ કાશીરામ (કે. કા.) શાસ્ત્રીનો ગુજરાતના જૂનાગઢ જિલ્લમાં જન્મ (1905)

* ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મહાન ઓલરાઉન્ડ પૈકીના એક ક્રિકેટર (93 ટેસ્ટ અને 1 વનડે રમનાર) ગેરી સોબર્સ (સર ગારફિલ્ડ "ગેરી" સોબર્સ)નો વેસ્ટ ઇન્ડિઝના બરબાડોસ ખાતે જન્મ (1936)
જન્મ સમયે તેમના બન્ને હાથમાં છ-છ આંગળી હતી 

* સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત ગુજરાતી કવિ અને નિબંધકાર અનિલ આર. જોશીનો ગોંડલ ખાતે જન્મ (1940)
તેમણે ૧૯૭૭થી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી છે

* ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર (ડેનિયલ કાર્લેટન સાથે) મેળવનાર અમેરિકન ચિકિત્સક બરુચ સેમ્યુઅલ બ્લમ્બર્ગનો અમેરિકામાં જન્મ (1925)
તેમણે હેપેટાઇટિસ-બી વાયરસને ઓળખી, તેનું નિદાન પરીક્ષણ અને રસી વિકસાવી
જોન્ડિસ (કમળો) દૂષિત ભોજનથી અને ચેપી રક્ત દ્વારા ફેલાય છે. આને હિપેટાઇટિસ-બી પણ કહે છે અને તેના લીધે લીવરનું કેન્સર પણ થઈ શકે છે, જે વાઈરસનાં પદાર્થોને બ્લમ્બર્ગે ઓળખ્યાં, જેનાથી આપણું શરીર આ વાઇરસ વિરુદ્ધ એન્ટીબોડી બનાવે છે

* પ્રીમિયર લીગ ક્લબ ટોટનહામ હોટ્સપુર માટે સ્ટ્રાઈકર તરીકે રમનાર અને ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમના કેપ્ટન રહેલ વ્યાવસાયિક ફૂટબોલર હેરી એડવર્ડ કેનનો જન્મ (1993)
વિશ્વના શ્રેષ્ઠ સ્ટ્રાઈકરોમાંના એક તરીકે ઓળખાતા, કેન તેના પ્રચંડ ગોલસ્કોરિંગ રેકોર્ડ અને રમતને લિંક કરવાની ક્ષમતા માટે જાણીતા છે

* રેડિયો એક્ટિવિટી અને રેડિયોકેમેસ્ટ્રી ક્ષેત્રે કરેલાં તેમનાં યોગદાન માટે કેમેસ્ટ્રીનું નોબલ ઈનામ મેળવનાર જર્મન વિજ્ઞાની ઓટો હાનનું અવસાન (1968)

* પાકિસ્તાનના કરાંચી ખાતે જન્મેલ ભારતના ક્રિકેટ ખેલાડી (3 ટેસ્ટ રમનાર) નૌમલ જૌમલ મખીજાનું અવસાન (1980)

* AVM પ્રોડક્શન્સની સ્થાપક ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને પરોપકારી એ. વી. મયપ્પનનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1907)

* હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરામાં ભારતીય વાંસળીવાદક રોનુ મજુમદારનો વારાણસી ખાતે જન્મ (1965)

* સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત આસામી સાહિત્યમાં શ્રેષ્ઠ ગીતકાર તરીકે લોકપ્રિય હિરેન ભટ્ટાચાર્યનો જન્મ (1932)

* ફેમિના મિસ ઇન્ડિયા અને હિન્દી તથા અંગ્રેજી ફિલ્મોના અભિનેત્રી લીલા નાયડુનું મુંબઈમાં અવસાન (2009)

* બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી આયેશા ઝુલ્કાનો શ્રીનગર ખાતે જન્મ (1972)
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ખિલાડી, જો જીતા વોહી સિકંદર, સંગ્રામ, દલાલ, અકેલે હમ અકેલે તુમ, વિશ્વવિધાતા, બારુદ, જેકપોટ વગેરે છે 

* બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી અને મોડલ હુમા કુરેશીનો નવી દિલ્હી ખાતે જન્મ (1986)

* લેખક, પટકથા લેખક, દિગ્દર્શક, નિર્માતા અને સામાજિક ઉદ્યોગસાહસિક પંકજ દુબેનો રાંચી ખાતે જન્મ (1978)

* અભિનેતા, લેખક અને અભિનય શિક્ષક કિશોર નમિત કપૂરનો દિલ્હી ખાતે જન્મ (1949)

* ભારતનાં પાંચમાં વડાપ્રધાન તરીકે ચૌધરી ચરણસિંહની પસંદગી થઇ (1979)
આ અગાઉ મોરારજી દેસાઈએ 24 માર્ચ, 1977 થી 28 જુલાઈ, 1979 દરમિયાન ભારતનાં ચોથા વડાપ્રધાન તરીકે સેવા આપી

>>>> એમાં શું, મારા પરિવાર પાસે પૈસા હોત, તો હુંય પૈસાદાર હોત. એમાં શું, મને સારી સ્કૂલ મળી હોત, તો હુંય ભણ્યો હોત. એમાં શું, મને સપોર્ટ મળ્યો હોત, તો મારી પ્રતિભા પણ ખીલી હોત. એમાં શું, મારાં જીન્સ સારાં હોત, હુંય દેખાવડો/દેખાવડી હોત. એમાં શું, મને સારા માણસો મળ્યા હોત, તો હું ક્યાંનો ક્યાં હોત.
અને
તમે જો પૈસાદાર હો, તો લોકો કહેશે કે તેના પરિવારમાં પૈસાની રેલમછેલ હતી. તમે જો બહુ ભણેલા હો, તો લોકો કહેશે કે તેની સ્કૂલ સરસ હતી. તમે જો પ્રતિભાશાળી હો, તો લોકો કહેશે કે તેના પરિવારનો બહુ સપોર્ટ હતો. તમે જો દેખાવડા હો, તો લોકો કહેશે કે તેનાં પેરન્ટ્નો વારસો છે. તમારી કારકિર્દી સરસ હોય, તો લોકો કહેશે કે તેને માણસો બહુ સારા મળ્યા હતા.
આમ લોકો તમારા વિશે એવી રીતે ધારણાઓ બાંધતા હોય છે, જેથી તેમને તેમના વિશે સારું લાગે. દાખલા તરીકે, તમારું જે કંઈ સારું છે, તેનું શ્રેય બીજાને આપી દેવાથી, તે પોતે નિષ્ફળ કેમ છે અને મહેનત કેમ નથી કરતા તેના દોષમાંથી બચી જાય છે. 

સંકલન : વિજય એમ. ઠક્કર