ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું હતું. હવે 27 જુલાઈએ યોજાનારી ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો શ્રીલંકા-પાકિસ્તાન મેચની વિજેતા સાથે થશે. દાંબુલામાં રમાયેલી સેમી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં 80 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને આ ટાર્ગેટ હાંસલ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ આક્રમક બેટિંગ કરતાં લક્ષ્યનો આસાનીથી પીછો કર્યો હતો. સેમિફાઇનલમાં સ્મૃતિ મંધાનાએ માત્ર 38 બોલમાં અડધી સદી ફટકારી હતી.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. આ સાથે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે આજે શુક્રવારે (26 જુલાઈ) કહ્યું હતું કે સરકાર ટોલ નાબૂદ કરી રહી છે અને ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે.
ઓગસ્ટ મહિનામાં 13 દિવસ બેન્કો બંધ રહેશે. આવી સ્થિતિમાં બેન્ક સંબંધિત કામ માટે ઘરેથી નીકળતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નું બેન્ક હોલિડે લિસ્ટ જોઇ લેવું તમારા માટે ફાયદાકારક રહેશે. ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરની બેન્કો બંધ રહેવાની છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના અવસર પર પણ બેન્કો બંધ રહેશે. ઓગસ્ટમાં આવતી 13 બેન્ક રજાઓમાં બીજા અને ચોથા શનિવાર તેમજ સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે.
25મી કારગિલ વિજય દિવસ 2024 પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધ સ્મારક પર કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસના અવસરે શુક્રવારે લદ્દાખના દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પ્રથમ વિસ્ફોટ પણ કર્યો હતોકારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે લદ્દાખની આ મહાન ભૂમિ કારગિલ વિજયના 25 વર્ષ પૂર્ણ થયાનું સાક્ષી બની રહી છે.
આજે દિલ્હીમાં વહેલી સવારથી ધોધમાર મેઘસવારી આવી પહોંચી હતી જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી તો અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.વરસાદના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયો હતો જેને લઈને ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરાઈ હતી, અનેક વિસ્તારોમાં રૂટ પર ડાયવર્ઝન કરાયું હતું.
હવામાન વિભાગે આવતીકાલે 27 જુલાઈએ પણ સારા વરસાદની ચેતવણી આપી છે. આવતીકાલે પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ રહેશે. ઉત્તરાખંડ, ગોવા, કર્ણાટક, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલયમાં પણ વરસાદ પડી શકે છે.
તાઈવાન અને ફિલિપાઈન્સના સમુદ્રમાં આવેલા વિકરાળ વંટોળ ગેમીના કારણે 25થી વધુ લોકોના મોત થયા હતા અને 380 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફિલિપાઈન્સમાં ભૂસ્ખલન અને પૂરના કારણે 22થી વધુ લોકોના મોત થયા છે જ્યારે તાઈવાનમાં ત્રણ લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર છેલ્લા એક સપ્તાહથી બંને દેશોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. તાઈવાનના ઘણા શહેરોમાં વીજળી પણ ખોરંભાઈ ગઈ છે.
રાજકોટ પંથકમાં વધુ ત્રણ વ્યક્તિના હાર્ટ બેસી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં નિવૃત પોસ્ટ માસ્તર, કપડાં સુકવતી પરિણીતા, અને વૃદ્ધાશ્રમના વૃદ્ધાને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.રાજકોટમાં હરિઘવા રોડ ઉપર આવેલ પુરુષાર્થ સોસાયટીમાં રહેતા હીરજીભાઈ પાંચાણીજીભાઈ પરમાર નામના 84 વર્ષના નિવૃત પોસ્ટ માસ્તર, કૃષ્ણ અમર સોસાયટીમાં રહેતી મેઘાબેન અભયભાઈ મકવાણા નામની 26 વર્ષની પરિણીતા અનેમૂળ ઉપલેટાના વતની અને હાલ રાજકોટમાં ન્યારા ગામના પાટીયા પાસે આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા કાંતાબેન મહિપતભાઈ વ્યાસ નામના 75 વર્ષના વૃદ્ધાનું હૃદય રોગના હુમલા થી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે
પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહના થોડા કલાકો પહેલા જ ફ્રાન્સની હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ખોરવાઈ ગઈ છે. અહેવાલો અનુસાર, અગ્નિદાહ સહિત 'દૂષિત કૃત્યો' કરવામાં આવ્યા હતા, જેના કારણે પરિવહન વ્યવસ્થાને અસર થઈ છે.પેરિસમાં ઓલિમ્પિક સમારોહ પહેલા અનેક રેલ લાઈનોને નિશાન બનાવવામાં આવી હતી.
વ્યવસાયિક અને ઔદ્યોગિક PNG કનેક્શનમાં ગુજરાત દેશમાં ટોપ પર - વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે. ગુજરાતમાં અત્યારે 23,445 વ્યવસાયિક તેમજ 5786 ઔદ્યોગિક PNG કનેક્શન છે. આ સંખ્યા બાકીના રાજ્યો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.