મોદી સરકાર 3.0નું પહેલું બજેટ આવતીકાલ 23 જુલાઈએ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. બજેટસત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે.ભારતીય ઉદ્યોગપતિઓ અને અન્ય ક્ષેત્રોના લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. દેશના ઉદ્યોગપતિઓ તેમના સેક્ટરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માંગે છે. ભારતના આર્થિક વિકાસમાં નાના પાયાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.મોદી સરકાર ત્રીજા કાર્યકાળમાં ગરીબો માટે મોટી જાહેરાત અને યુવાઓ માટે રોજગારીનો પિટારો ખોલે એવી શક્યતા છે.
બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાંથી દેશની જનતાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, 'અમારો ઉદ્દેશ્ય જમીન પર સરકારની ગેરંટી લાગુ કરવાનો છે. આજે શ્રાવનનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું શ્રાવનનાં પહેલા સોમવારે દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. સંસદનું ચોમાસુ સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે. આજે સમગ્ર દેશની નજર તેના પર છે. આ સકારાત્મક સત્ર હોવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, આ વખતનું બજેટ આગામી 5 વર્ષના કાર્યકાળની દિશા નક્કી કરશે.
બાંગ્લાદેશની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા ગુજરાતના ૧૪ વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત વતન પરત આવી ગયા છે.
ઇકોટૂરિઝમને પ્રમોટ કરવા માટે દુબઈ દ્વારા દુનિયાનો સૌથી લાંબો 6.6 કિલોમીટરનો પબ્લિક બીચ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેબેલ અલી બીચ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. લોકલ ઇકોસિસ્ટમ અને વાઇલ્ડલાઇફને પ્રોત્સાહન આપવાની સાથે લોકોને મનોરંજન પણ મળી રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. ખરેખર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ બાબતે એક મોટું અપડેટ સામે આવ્યું છે. લોકસભામાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા શક્ય જ નથી. જેડીયુની વારંવાર માગ છતાં ના પાડી દીધી મંત્રીએ કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા માટે જે જોગવાઈ પૂરી કરવાની હોય છે તે બિહારમાં નથી.
કેરળમાં નિપાહ વાયરસ, ગુજરાતમાં ચાંદીપુરા અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યું. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે 27 લોકોના મોત થયા છે, કેરળમાં નિપાહ વાયરસના કારણે 14 વર્ષના છોકરાનું મોત થયું છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના 28 કેસ મળી આવ્યા છે. ત્રણ રાજ્યોમાં ત્રણ અલગ-અલગ વાયરસના હુમલાને કારણે કેન્દ્રીય આરોગ્ય એજન્સીઓ હરકતમાં આવી છે.
હરિયાણાના અંબાલાના નારાયણગઢમાં ગઈકાલે રવિવારે રાત્રે એક પૂર્વ સૈનિકે જમીનના વિવાદને લઈને ઘરમાં હત્યાકાંડ સર્જ્યો હતો. નારાયણગઢના પીર માજરી રાતોર ગામમાં જમીન વિવાદને કારણે પૂર્વ સૈનિક ભૂષણે તેના ભાઈ, ભાભી, છ મહિનાના ભત્રીજા, 5 વર્ષની ભત્રીજી અને માતાનું ગળું કાપીને હત્યા નિપજાવતા ભારે અરેરાટી મચી જવા પામી હતી.હત્યા કર્યા બાદ આરોપીએ લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે આરોપીના પિતા ઓમ પ્રકાશે તેનો વિરોધ કર્યો તો તેણે તેને પણ માર માર્યો અને ઇજા પહોંચાડી. ભાઈની એક દીકરી ગંભીર રીતે ઘાયલ છે. હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
હવે કેન્દ્રીય કર્મચારી પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે. કેન્દ્રીય કર્મચારીઓ પર લાગેલ RSS પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. RSS નાં શતાબ્દી વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા આ ભેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં અધીનીષ્ઠ કર્મચારી જે સંઘનાં સ્વયંસેવક કાર્યક્રમમાં સામેલ થવા માંગતા હતા અને પ્રતિબંધોનાં કારણ તેમાં સામેલ થઇ શકતા ન હતા, તે પ્રતિબંધ હવે હટાવી દેવાના કારણે ખુશીનો માહોલ છે.
રાજકોટ જીલ્લાના ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું છે. મળતી માહિતી મુજબ લાઠ ગામમાં માત્ર 2 કલાકમાં 11 ઈંચ વરસાદ પડતા તારાજી સર્જાઈ છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદના કારણે લાઠ ગામમાં વાહન વ્યવહાર બંધ છે તેમજ રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થતા જનજીવન ખોરવાયું છે.
ઉતરાખંડના બદ્રીનાથ અને કેદારનાથ સહિત 47 મંદિરોમાં, પરિસરમાં દર્શનની વ્યવસ્થાથી લઈને સુરક્ષા સુધીની તમામ જવાબદારી હવે બદરી-કેદાર મંદિર સમિતિ BKTCની રહેશે. પ્રથમ વખત સરકારેBKTCમાં સુરક્ષા અને IT કેડર માટે મંજૂરી આપી છે. આ કેડરમાં 58 જગ્યાઓ બનાવવામાં આવશે.