AnandToday
AnandToday
Wednesday, 17 Jul 2024 18:30 pm
AnandToday

AnandToday

B.A.P.S સંસ્થાના ગાદીસ્થાન તીર્થધામ બોચાસણમાં ભગવત તુલ્ય સંત વિભૂતિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનું આગમન

૧૮ જુલાઇ થી ૧૩ ઓગસ્ટ સ્વામીશ્રીના દર્શન-સત્સંગનો લાભ મળશે 

૨૧ જુલાઇ, રવિવારે  સવારે ૮.૦૦ થી ૧૧.૩૦ દરમિયાન સ્વામીશ્રીના પ્રત્યક્ષ સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

આણંદ ટુડે | આણંદ
તા. ૧૮ જુલાઇ, ગુરુવારના રોજ બી.એ.પી.એસ. સંસ્થાના ગાદીસ્થાન બોચાસણમાં ગુરુવર્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનું આગમન થતાં સમગ્ર ચરોતર પ્રદેશમાં આનંદનો માહોલ છવાયો છે. સવારે ૧૧.૦૦ કલાકે મંદિર પરિસરમાં પધાર્યા બાદ સ્વામીશ્રીએ ઠાકોરજીના દર્શન કરી નીલકંઠવર્ણી અભિષેક કર્યો હતો. સ્વામીશ્રીનું આગમન થતાં સૌ સંતો અને ચરોતર પ્રદેશના સૌ હરિભક્તો વતી સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી અને બોચાસણ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય વેદજ્ઞ સ્વામીએ સ્વામીશ્રીનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. તારીખ ૧૮ જુલાઇ થી ૧૩ ઓગસ્ટ સ્વામીશ્રીના બોચાસણ સ્થિત રોકાણ દરમિયાન નિયત દિવસોમાં સ્વામીશ્રીના દર્શન-સત્સંગનો લાભ મળશે, જેમાં ૨૧ જુલાઇ, રવિવારે  સવારે ૮.૦૦ થી ૧૧.૩૦ દરમિયાન સ્વામીશ્રીના પ્રત્યક્ષ સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ બોચાસણ સ્થિત “શ્રી સ્વામીનારાયણ બાગ”, વાસદ- તારાપુર રોડ ખાતે ભક્તિભાવ પૂર્વક ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે. તદુપરાંત મંદિર કેમ્પસમાં “પ્રમુખ સ્વામી સભાગૃહ”માં નિયત કરેલ તારીખોમાં સવારે ૫.૪૫ થી ૮.૦૦ દરમિયાન સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના દર્શન થશે અને સાયંસભા સાંજે ૫.૩૦ થી ૮.૦૦ દરમિયાન યોજાશે જેમાં વિશિષ્ટ કાર્યક્રમો સંપન્ન થનાર છે. પુજા દર્શન પહેલા ૫.૪૫ કલાકે સંસ્થાના વિદ્વાન સંતો દ્રારા કથામૃતનો લાભ પ્રાપ્ત