આણંદ ટુડે | આણંદ
આણંદમાં સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલ રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના નવા પ્રમુખ તરીકે ગગન પંજાબી ની નિમણુંક કરવામાં આવી છે. સદાય સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન દ્વારા 2024-25 સરકારી સ્કૂલ માં આંખોની તપાસ,દાંત નું નિદાન, બોડી ચેકઅપ કેમ્પ, ટી બી ના દર્દીને ફ્રી માં પ્રોટીન કીટનું વિતરણ, સુદામા ની ઝોળી અંતર્ગત રાસન કીટ, બ્લડ ગ્રુપ ની તપાસ,હૂંફ પ્રોજેક્ટ અંતર્ગત નવા જન્મેલા બાળકોની માતાને કીટ વિતરણ જેવા કાર્યો કરવામાં આવશે તેવી નેમ નવા પ્રમુખ ગગન પંજાબી એ વ્યકત કરી હતી.
આં સમારંભમાં અન્ય સામાજિક સંસ્થા સિનિયર સિટીઝન ક્લબના હોદ્દેદાર હાજર રહ્યા હતા.
ગગન પંજાબીએ રોટરી વર્ષ 2024 માટે પ્રોજેક્ટ જાહેરાત કરી હતી. જેમાં આં વર્ષે કોઈ વિસ્તાર દત્તક લઈશું તથા એ વિસ્તાર સ્વચ્છ કરવાની જવાબદારી અમે રોટેરીયન ઉપાડીશું આ સાથે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર સ્વછતા અંભિયાન કરવાની પણ જાહેરાત કરી હતી .
આં સાથે ગયા વર્ષે કરેલા તમામ પ્રોજેક્ટ જેવા કે રાવળાપુરા ગામમાં વોકેશનલ સેંટર સેંટર, જરૂરિયાતમંદ લોકોને ધાબાળાનું વિતરણ, પ્રાથમિક શાળામાં રેઇનકોટ તથા સ્વેટર નું વિતરણ આં વર્ષે અવિરત પણે કરવા માં આવશે તેમ જણાવ્યું હતું .
આણંદમાં મહાત્મા ગાંધી પ્રાર્થના મંદિર ના હોલમાં રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન સભ્યોની હાજરીમાં ડિસ્ટક્ટ ગવર્નર તુષાર શાહ,IPPપરેશ ઠક્કર,ipdg નિહિર દવે , ફર્સ્ટ લેડી વૈશાલી દવે,ફર્સ્ટ લેડી અંજલી પંજાબી તથા પરમ પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી આત્મીય વિદ્યાધામ બાકરોલ, AG રાજેશ શાહ,ની ઉપસ્થિતી મંગળવારે નવા પ્રમુખ તરીકે ગગન પંજાબી ની વરણી કરવામાં આવી હતી . જે રોટરી ના નિયમ મુજબ આજ થી એક વર્ષ માટે નવા પ્રમુખ તરીકે ગગન પંજાબી અને સેક્રેટરી તરીકે Dr.અંકિત પટેલની નિમણુંક કરવામાં આવી છે.